રાષ્ટ્રીય
ઝારખંડના ચક્રધરપુરમાં મોટો ટ્રેન અકસ્માત, હાવડા-મુંબઈ મેલના 18 ડબ્બા પાટા પરથી ઉતરી જતા , 3ના મોત
ઝારખંડના ચક્રધરપુરમાં આજે (30 જુલાઈ) વહેલી સવારે ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
હાવડાથી મુંબઈ જઈ રહેલી હાવડા મેલ ઝારખંડના ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માતમાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ટ્રેનમાં સવારે 3 મુસાફરોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રેલવે અને સ્થાનિક પોલીસે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં 3 મુસાફરોના મોતની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના મંગળવારે સવારે લગભગ 3.30 વાગે રાજખરસ્વાન અને બડામ્બો વચ્ચે થઈ હતી, જે સમયે હાવડા મેલ પશ્ચિમ બંગાળના હાવડાથી સીએસએમટી મુંબઈ જઈ રહી હતી.
રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટ્રેન જેવી જ રાજખારસ્વનથી બડાબામ્બો તરફ આગળ વધી, આ ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગયેલી માલગાડી પાસે અકસ્માતનો ભોગ બની હતી. દુર્ઘટના સમયે, પાટા પરથી ઉતરેલી માલગાડીના ઘણા વેગન હજુ પણ પાટા પર હતા. આ દરમિયાન પાછળથી આવતી હાવડા-મુંબઈ મેલ બીજા ટ્રેક પર આવી અને પાટા પરથી ઉતર્યા બાદ તેના વેગન પણ પાટા પરથી ઉતરેલી માલગાડીના વેગન સાથે અથડાઈ હતી. આખી ટ્રેન માલગાડીની સામે ઘસતી આગળ પસાર થઈ હતી.જેના કારણે ટ્રેનના તમામ કોચ પલટી ગયા છે. ડીડીસી, સેરાઈકેલા પ્રભાત કુમારે જણાવ્યું કે અકસ્માતની ગંભીરતાને જોતા બચાવ કાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે.
ડ્રાઇવરની સમજદારીને કારણે મોત ટળી ગયું
રેલવેના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હોત, પરંતુ હાવડા મેલના ડ્રાઈવરને સમયસર આ દુર્ઘટનાનો ખ્યાલ આવ્યો. તેણે તરત જ ટ્રેનની સ્પીડ ઓછી કરી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારના લગભગ પોણા ચાર વાગ્યા હતા. આ દરમિયાન ચક્રધરપુર રેલવે ડિવિઝન પર ઈમરજન્સી એલર્ટ આવ્યું. હાવડાથી મુંબઈ જતી મેલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચારથી ઓફિસમાં ખળભળાટ મચી ગયો હતો.
હાવડા મુંબઈના ટ્રેક પર ટ્રેનનું સંચાલન બંધ
આ અકસ્માત કિલોમીટર નંબર 298/21 નજીક થયો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના આ માહિતીની પાંચ કે 10 મિનિટ પહેલા થઈ હતી. ચક્રધરપુર રેલ્વે ડિવિઝન હેડક્વાર્ટરથી ARME ટ્રેનને ઉતાવળમાં તૈયાર કરવામાં આવી હતી અને બરાબર 4.15 વાગ્યે ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી રાહત ટ્રેનના સ્ટાફે ઘાયલ મુસાફરોને હાવડા મેલમાંથી બહાર કાઢ્યા અને તેમને રેલવે હોસ્પિટલમાં દાખલ કર્યા. આ સાથે બંને ટ્રેક પર થયેલા અકસ્માતોને કારણે હાવડા મુંબઈ રૂટ પર અન્ય ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.
Sports
10 વર્ષ બાદ ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ટોપ-20માંથી બહાર
કેપ્ટન રોહિત શર્મા 26મા સ્થાને
સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને બુધવારે આઈસીસીએ જાહેર કરેલા લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શનને કારણે કોહલી બેટરોના રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર થયો છે. 2014 બાદ પ્રતમવાર આવું બન્યું છે, જ્યારે કોહલી બેટરોના રેન્કિંગમાં ટોપ-20માંથી બહાર થઈ ગયો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં માત્ર 93 રન બનાવ્યા હતા.
કોહલી હવે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં 22માં સ્થાન પર છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 26માં સ્થાને છે. ટેસ્ટ બેટરોના રેન્કિંડમાં ટોપ પર જો રૂૂટ છે, તેણે પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. રૂૂટ બાદ કેન વિલિયમસન અને હેરી બ્રૂક છે. ભારતના યુવા બેટર યશસ્વી જાયસવાલને પણ એક સ્થાનનું નુકસાન થયું અને તે ચોથા સ્થાને ખસી ગયો છે. વિકેટકીપર બેટર રિષભ પંતને પાંચ સ્થાનનો ફાયદો થયો અને તે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શુભમન ગિલ 16માં સ્થાને છે. ભારતનો અનુભવી સ્પિનર રવિન્દ્ર જાડેજા લેટેસ્ટ રેન્કિંગમાં બે સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આર અશ્વિન પાંચમાં સ્થાને છે. જાડેજાએ મુંબઈ ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી. વોશિંગટન સુંદર ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં 46માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે એજાઝ પટેલ 22માં સ્થાન પર પહોંચ્યો છે. એજાઝને 12 સ્થાનનો ફાયદો થયો છે.
Sports
IPL-2025, હરાજીના લિસ્ટમાં ટ્રીસ્ટન સ્ટબ્સનું નામ જોઈ દિલ્હી કેપિટલ્સને ઝટકો
ટ્રીસ્ટનને ડીસીએ 10 કરોડમાં રિટેન કર્યો હતો
IPL 2025 માટે તમામ ટીમોની જાળવણી સૂચિ 31 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અભિષેક પોરેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સને જાળવી રાખ્યા હતા. ખાસ કરીને જો આપણે સાઉથ આફ્રિકાના ડેશિંગ પ્લેયર ટ્રીસ્ટન સ્ટબ્સની વાત કરીએ તો ડીસીએ તેને 10 કરોડ રૂૂપિયામાં રિટેન કર્યો હતો, પરંતુ હરાજી માટે નોંધાયેલા નામોમાં તેનું નામ સામેલ થતાં સનસનાટી મચી ગઈ છે.
આઈપીએલ 2025 મેગા ઓક્શન માટે 1,574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી ટ્રિસ્ટન સ્ટબ્સનું નામ 253માં સ્થાને છે. સ્ટબ્સ તેની બેટિંગની વિસ્ફોટક શૈલી માટે જાણીતો છે. તેની આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દીમાં તેનો સ્ટ્રાઈક રેટ 138 ની આસપાસ છે. દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં ટ્રિસ્ટન સ્ટબ્સને તેની મૂળ કિંમત રૂૂ. 50 લાખમાં ખરીદી હતી. પરંતુ દિલ્હીએ તેને આઈપીએલ 2025 માટે 10 કરોડ રૂૂપિયામાં જાળવી રાખ્યો હતો. એક જ સિઝનમાં તેની આઈપીએલ સેલેરીમાં 2000 ગણો વધારો થયો, તેમ છતાં ઓક્શન લિસ્ટમાં તેનું નામ જોઈને ડીસી મેનેજમેન્ટ બિલકુલ ખુશ નહીં થાય.
આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ટ્રિસ્ટન સ્ટબ્સે 14 મેચોમાં 54ની શ્રેષ્ઠ સરેરાશથી 378 રન બનાવ્યા હતા. તે તેના સ્ટ્રાઈક રેટ માટે પણ સમાચારમાં હતો, કારણ કે સિઝનમાં તેણે 190.91ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદીની ઇનિંગ્સ પણ રમી હતી. સ્ટબ્સની આ કાર્યવાહી પર દિલ્હી કેપિટલ્સનું મેનેજમેન્ટ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.
રાષ્ટ્રીય
મહિલાઓને 3000, બેરોજગારોને 4000, 3 લાખની કૃષિ લોન માફ
મહારાષ્ટ્રમાં ઈન્ડિયા મોરચાએ ચૂંટણી વચનોની કરી લહાણી, 50 ટકા અનામત મર્યાદા દૂર કરવાનો પણ વાયદો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એમવીએ અને મહાયુતિમાં સીટની વહેંચણી બાદ હવે ચૂંટણી વચનો પણ જારી થવા લાગ્યા છે. આ ક્રમમાં એમવીએ એ બુધવારે તેની પાંચ ગેરંટી જારી કરી. જેમાં મહિલાઓને દર મહિને આર્થિક સહાય, ખેડૂતો માટે લોન માફી, બેરોજગારોને આર્થિક સહાય, પરિવારો માટે સ્વાસ્થ્ય વીમો વગેરેનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે મહારાષ્ટ્રના લોકો માટે પાંચ ગેરંટીની જાહેરાત કરી છે. મહાલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર મહિને 3000 રૂૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સાથે જ મહાવિકાસ અઘાડીએ સરકારી બસોમાં મહિલાઓ અને યુવતીઓ માટે મફત મુસાફરી કરવાની વાત કરી છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે ખેડૂતોની 3 લાખ રૂૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. જે ખેડૂતો નિયમિત લોન ચૂકવે છે તેમને 50,000 રૂૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. કોંગ્રેસે પણ જ્ઞાતિવાર વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે કહ્યું છે કે તે 50 ટકા અનામતની મર્યાદાને દૂર કરવાનો પ્રયાસ કરશે. લોકોને 25 લાખ રૂૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો અને મફત દવાઓ પણ આપવામાં આવશે. બેરોજગાર યુવાનોને દર મહિને 4000 રૂૂપિયા સુધીનું ભથ્થું આપવામાં આવશે.
મહાવિકાસ અઘાડીના નેતાઓએ સ્વાભિમાન સભાનું આયોજન કર્યુ હતું તેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની નીતિઓએ રોજગારીનો નાશ કર્યો છે. અદાણી ધારાવીની જમીન છીનવી શકે છે, પરંતુ રોજગાર આપી શકતા નથી. લઘુ ઉદ્યોગ રોજગાર આપી શકે છે, અને ભાજપે તે બધાનો નાશ કર્યો છે. જીએસટી, નોટબંધી આ નીતિ ન હતી. નાના ઉદ્યોગને નષ્ટ કરવાનું આ એક હથિયાર હતું. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ગરીબ લોકો સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. આ પૈસા પરોક્ષ કર તરીકે આપવામાં આવે છે. આ બધી ભાજપની નીતિ છે. એક રીતે આ અબજોપતિઓની સરકાર છે. આ જોતાં હવે ઇન્ડિયા એલાયન્સે પાંચ ગેરંટી જાહેર કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની જીત બાદ મહારાષ્ટ્રની મહિલાઓને દર મહિને 3000 રૂૂપિયા મળશે. મહિલાઓ બસમાં મફત મુસાફરી કરી શકશે. ભાજપ સરકારે તમને દુ:ખ પહોંચાડ્યું છે. તેથી અમારી પ્રથમ ગેરંટી મહિલાઓ તરફથી છે. મહારાષ્ટ્રમાં અમારી સરકાર આવતાની સાથે જ અમે જાતિની વસ્તી ગણતરી કરવા પર કામ કરીશું. જો દિલ્હીમાં સરકાર આવશે તો 50 ટકા અનામતની મર્યાદા નાબૂદ કરવામાં આવશે.
ખેડૂતોને કૃષિ સમૃદ્ધિ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. યુવકન્ના શબ્દ યોજના બેરોજગારો માટે લાગુ થશે. કુટુમ્બ રક્ષા યોજના હેઠળ, મહારાષ્ટ્રના તમામ પરિવારોને 25 લાખ રૂૂપિયાનો સસ્તો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. સમંત હમી યોજના હેઠળ જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય