નાકરાવાડી ખાતે કચરો ઠલવવા ડોઝરને ડ્રાઇવર અને ડીઝલ કોર્પોરેશન આપતું હોવા છતાં મેઇન્ટેનન્સના નામે રૂા.1.10 કરોડની દરખાસ્ત કરાતા નામંજૂર
મહાનગર પાલિકાની સ્ેટન્ડિંગ કમીટીની બેઠક આજ રોજ મળેલ કમિશનર વિભાગ માંથી રજૂ કરવામાં આવેલ 57 દરખાસ્ત પૈકી એક દરખાસ્તનો ખર્ચ ના મંજુર કરી વ્યવસ્થા મંજુર કરવામાં આવે જયારે સર્વેશ્ર્વચોકમાં હોકળા ઉપર તૈયાર થનાર બોકસ કલવટ ના કામમાં 40ટકાનો વધારો એજન્સી દ્વારા માંગવામાં આવતા આ મુદે તપાસ કર્યા બાદ નિર્ણય લેવાનુ જણાવી દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. તેમજ નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે કચરાની હેરફેર માટે ક્રાઉલર ડોઝરના ડ્રાઇવર અને ડિઝલ માટે અલગથી રૂા.1.10 કરોડની દરખાસ્ત રજૂ કરતા વર્ષોથી આ કામ માટે ડ્રાઇવર અને ડિઝલ આરસી મુજબ આપવામાં આવી રહ્યા છે. જેથી આ વધારો ખર્ચ અમાન્ય ગણી દરખાસ્ત ના મજૂર કરવામા આવી હતી.
જેના લીધે એક જ કામમાં બમણો ખર્ચ કરવાનું અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કારસ્તાન ફરી એક વખત ખૂલ્લુ પડ્યુ હતુ. આજે સ્ેટન્ડિગમા રજુ થયેલી 57 પૈકી 55 દરખાસ્તનો રૂા. 2,38,49, 41, 936 નો ખર્ચ સર્વાનુમતે મજુર કરવામાં આવ્યો હતો.મનપાની સ્ેટન્ડિંગ કમીટીમાં રજુ કરવામાં આવેલ દરખાસ્તમાંથી ફરી એક વખત અધિકારીઓ દ્વારા સુચવામાં આવેલ ખોટા ખર્ચને બ્રેક મારી દરખાસ્તનો અભ્યાસ કર્યા બાદ એક દરખાસ્ત પેન્ડીંગ તેમજ એક દરખાસ્તનો ખર્ચ ના મંજુર કરી યોજના મંજુર કરવામા આવેલ અને એક દરખાસ્ત કે જેનો ખર્ચ વર્ષોથી આપવામાં આવી છતા નાકરાવાડી ખાતે ડોઝરના ડ્રાઇવર અને ડિઝલનો અલગથી ખર્ચ માગવાની દરખાસ્ત રજુ કરતા ના મંજુર કરાવામા આવી હતી.
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં કમિશનર વિભાગ દ્વારા 57 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં જુદી જુદી વોટ કમિટિના ઠરાવ તેમજ ફાયર બ્રિગેડની કામગીરીનો રિપોર્ટ તથા લોકાર્પણ અને ખાત મુહુર્તના કાર્યક્રમો તેમજ તિરંગા યાત્રા અને પતંગોત્સવ તથા લોક ડાયરો સહિતના કાર્યક્રમોના ખર્ચને મંજુરી માટેની દરખાસ્ત તથા અલગ અલગ વોર્ડમાં ભુગર્ભ ગટર ફરિયાદનો નિકાલ ડામર કાર્પેટ તેમજ સફાઈ કર્મચારીઓ અને સ્ટાફ માટે જરૂરી સાધન-સામગ્રીની ખરીદી નવી વોર્ડ ઓફિસ તથા નવુ આરોગ્ય કેન્દ્ર, સીસી રોડ, પેવીંગ બ્લોક, ડીઆઈ પાઈપલાઈન સહિતના કામોનો ખર્ચ મંજુર કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જે તમામ મજુર કરાવામા આવેલ હતી.
સર્વેશ્ર્વર હોકળાના બોકસ કલવર્ટનો રૂા.1.83 કરોડનો ભાવ વધારો સ્થગિત
યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્ર્વર ચોકમાં હોકળા દુર્ધટના બાદ મનાપાએ હોકળાને ડાઇવટ કરી બોકસ કલવર્ટ બનાવવાનુ કામ રૂા.4.91 કરોડમા આપવામા આવ્યુ છે. હાલ કામગીરી ચાલુ છે. પરંતુ પ્રાઇવેટ પ્રોપટીના કારણે બોકસ કલવર્ટના એલાઇમેન્ટમાં થોડો બદલવામા કરવાના લીધે તેની લબાઇ એકસો દસ મીટરથી વધીને એકસો વીસ મીટર થતી હોય કોન્ટ્રક્ટર દ્વારા ખર્ચ વધારા પેટે રૂા.1.83 કરોડનો વધારો માંગવામાં આવેલ જે શંકાસ્પદ લાગતા આ બાબતની તપાસ કર્યા બાદ નીર્ણય લેવામાં આવશે તેમ જણાવી સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
આ લે લે …. દરેક વિભાગે અલગ સફાઇ કામદારો માગ્યા
મહાનગર પાલિકાની તમામ કચેરીઓ, શાળાઓ, આંગણવાડીઓ, વોર્ડ ઓફિસોની સફાઇ એસ્ટેટ વિભાગ દ્વારા કરાવવામાં આવી રહી છે. છતા મનપાની જૂદી જૂદી લાઇબ્રેરીઓ અને વાચનાલય ખાતે પાર્ટટાઇમ સફાઇ કામગીરી કરવામા માટે 33 સફાઇ કામદારોની માંગણી કરવામાં આવેલ જેનો ખર્ચ 74 લાખ થવા જાય છે. ફકત ચાર કલાક માટે સફાઇ કામ કરવાનુ હોય આ ખર્ચ વ્યાજબી નથી તેમ જણાવી સ્ટેન્ડિંગ કમીટીએ સોલીડવેસ્ટ વિભાગને સફાઇ કામદારો પુરા કરવાની સુચના આપી ખર્ચના મજુર કરી સફાઇ કરવાની યોજનાને મજુર આપી અને દરેક વિભાગ માટે અલગ સફાઇ કામદારો ના હોય તેવુ કડક ભાષામાં જણાવ્યુ હતુ.
વોર્ડ નં.7માં 4.95 કરોડના ખર્ચ નવી શાળાનું બિલ્ડિંગ બનશે
મહાનગર પાલિકા દ્વારા વોર્ડનં.7માં આવેલ મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નં.11નું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં હોય આસ્થળે નવી શાળા બનાવવાનુ નિર્ણય લેવામાં આવેલ અને આજની સ્ટેન્ડિંગમાં શાળાના નવા બિલ્ડિંગનો રૂા.4.95 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. વિધાયાનગર મેઇન રોડ પૂરો થતા જ આવેલ મહાત્મા ગાંધી સ્કૂલનુ જુનુ બિલ્ડિંગ તોડી પાડી 1435 ચોરસ એરિયામાં ગ્રાઉન્ડ ફલોરમાં કલાસરૂૂમ, પ્રિન્સીપાલ ઓફિસ, પ્રાર્થના હોલ, સ્ટાફ રૂૂમ તથા ફર્સ્ટ ફલોર પર કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાયબ્રેરી તથા કલાસરૂૂમ સાથેનાં ૠ+1 બિલ્ડીંગ તૈયાર કરાવામા આવશે દરખાસ્ત મંજુર કરવામાં આવી છે અને વર્કઓડર આપ્યા બાદ તુરત કામ ચાલુ કરવામા આવશે.
તબીબી સહાય માટે એફિડેવિટ ફરજિયાત
મનપામાં ફરાજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને પરિવારના સભ્યોની બીમરી સબબ સહાય આપવામાં આવે છે. અનેક વખત કર્મચારીઓ અને અધિકારીઓને અપાતી તબીબી સહાયનો વિરોધ થયો છે. તમામ સ્ટાફનો ઇન્સ્યોરન્સ કેમ નથી લેવાતો તેવુ પણ જણાવેલ છતા પાંચ આકડામા પગાર લેતા અધિકારીઓને તબીબી સહાય મળી રહી છે. જે પૈકી અમૂક અધિકારીઓને કર્મચારીઓ ઇન્સ્યોરન્સ ધરાવતા હોવાની પણ ફરિયાદ ઉઠેલ આથી હવે તબીબી સહાય મેળવવા માટે તમામ કર્મચારીઓએ પોતે આરોગ્ય વિમો ધરાવતા નથી તે પ્રકારનુ એફિડેવીટ અને નોટરાઇઝન્ડ ફરજિયાત બનાવવામા આવ્યુ છે. જેની અમલવારી આજની સ્ેટન્ડિંગથી કરવામાં આવી છે.
કમ્પાઉન્ડ વોલ – 35,44,555
કાર્યક્રમ ખર્ચ – 31,59,296
ગાર્ડન – 1,34,99,407
ડી.આઇ – 3,12,15,361
ડ્રેનેજ – 67,21,108
ડ્રેનેજ સફાઇ સાધનો – 29,62,980
તબીબી – 13,41,211
નવી વોર્ડ ઓફિસ – 33,72,103
નવુ આરોગ્ય કેન્દ્ર – 3,41,36,298
બીલ્ડિંગ કામ – 34,75,311
નવી શાળા બાંધકામ – 4,95,61,064
નવીનિકરણ – 1,34,21,604
પમ્પીંગ સ્ટે – 14,24,79,631
બોકસ કલ્વર્ટ – 2,35,99,129
રસ્તાકામ – 1,92,89,17,695
વાહન ખરીદી – 3,23,66,360
વોટરવકર્સ – 3,11,39,651
સી.સી.કામ – 13,04,954
સોલીડ વેસ્ટ – 3,99,75,311
સ્મશાન ગ્રાન્ટ – 1,58,40,000
કુલ ખર્ચ – 2,38,49,41,936