રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પરીવારના 5 લોકોના મિત થયાં હતાં. બચાવ ટીમને આગ ઓલવ્યા બાદ ગાડીમાંથી માત્ર હાડકાં મળ્યા છે. કાર ડ્રાઈવર આગ લાગતા જ બહાર કૂદી ગયો હતો. તેને ગંભીર હાલતમાં જયપુર રિફર કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર આ અકસ્માતમાં મધ્યપ્રદેશના શ્યોપુરના રહેવાસી 3 મહિલાઓ, એક બાળકી અને એક પુરુષ સહિત કુલ 5 લોકોના મોત થયાં હતાં. તેઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને શ્યોપુર પાછા ફરી રહ્યા હતા. તાં. પોલીસને આશંકા છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ અકસ્માત બુધવારે રાત્રે 11 વાગ્યે થયો હતો.
ગંભીર રીતે દાઝી ગયેલા ડ્રાઈવરને તાત્કાલિક પિનાનના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો; પ્રાથમિક સારવાર બાદ, તેમને અલવરની જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારજનોનો સંપર્ક સાધવામાં લાગેલી છે.
અકસ્માતની માહિતી મળતાં, NHAI પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. વધુમાં લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે પ્રયાસો બાદ આખરે આગ પર કાબુ મેળવાયો હતો. દરમિયાન, વહીવટીતંત્રે સ્થળ પર પરિસ્થિતિનો હવાલો સંભાળ્યો હતો અને જરૂરી વહીવટી પગલાં શરૂ કર્યા હતા.પોલીસે મૃતદેહોના અવશેષોને કબજે કરીને મોર્ચરીમાં રાખ્યા છે.એસપી સુધીર ચૌધરીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને મૃતકોની ઓળખ કરવા અને તપાસ તેજ કરવા નિર્દેશ આપ્યા છે.
ડીએસપી કૈલાશ જિંદાલના જણાવ્યા મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોજપુર નજીક પિલર નંબર 115/300 પાસે રાત્રે 1 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. કાર દિલ્હીથી કોટા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને જોતજોતામાં કાર આગનો ગોળો બની ગઈ હતી.
