સૌરાષ્ટ્રભરમાં હર હર ભોલેના નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી

શણગાર, મહાઆરતી, ભાંગના પ્રસાદથી ભક્તો થયા તરબોળ : શિવમંદિરોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું : ઠેર ઠેર વરણાંગીમાં નીકળી ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં શિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે…

શણગાર, મહાઆરતી, ભાંગના પ્રસાદથી ભક્તો થયા તરબોળ : શિવમંદિરોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું : ઠેર ઠેર વરણાંગીમાં નીકળી

ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં શિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે શિવાલયો હર હર મહાદેવના જયોઘાષથી ગુંજી ઉઠયા હતાં. શિવમંદિરોમાં વહેલી સવારથી જ શિવભકતોનું ઘોડાપુર ઉમટયું હતું. દર્શન માટે લાંબી કતરો લાગી હતી. ભકતોની ભારે ભીડ વચ્ચે મંદિર પરિસરોમાં ભાવભર્યુ આધ્યાત્મિક વાતાવરણ છવાયું હતું. શિવરાત્રી નિમિત્તે મંદિરોમાં આખો દિવસ પ્રાત:પુજા, ધ્વજારોપણ, મધ્યાહ આરતી સંધ્યા આરતી સહિતના ધાર્મિક કાર્યકમો યોજાયા હતાં. વિવિધ શહેરોમાં મહાદેવની શોભાયાત્રાઓ નિકળી હતી. બહોળી સંખ્યામાં ભકતો જોડાઈને શિવમય બન્યા હતાં.

વાંકાનેર
શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર વાંકાનેર પંથકના શિવાલયો ‘હર હર મહાદેવ’ના જયોઘોષથી ગુંજી ઉઠયા છે, જેમાં વાંકાનેરના સુપ્રસિધ્ધ જડેશ્ર્વર મહાદેવ મંદિર સહિત તમામ શિવમંદિરોમાં વહેલી સવારથી જ હજારો શિવભકતો દર્શન માટે કતારબધ્ધ થયા હતાં. ભકતોની ભારે ભીડ વચ્ચે મંદિર પરિસરોમાં ભાવભર્યુ આધ્યાત્મિક વાતાવરણ છવાયું હતું. આજનાં શિવરાત્રીનાં પર્વે દિવસ દરમિયાન મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાત: પુજા, ધ્વજાજી રોહણ, મધ્યાહન આરતી, સંધ્યા આરતી સહિતના કાર્યક્રમો યોજાશે.

ખંભાળિયા
ખંભાળિયામાં સદીઓ જુના શ્રી ખામનાથ મહાદેવની આશરે સવાસો વર્ષોની પરંપરા મુજબ શિવ શોભાયાત્રા (વરણાંગી) નીકળી હતી. ચાંદીની પાલખીમાં ભગવાન શિવ, પાર્વતી અને ગણેશજીની ચાંદીની વજનદાર પ્રતિમા સાથેની પાલખી પીતાંબરધારી ભૂદેવોએ ખુલ્લા પગે લઈ અને આ શોભાયાત્રા રવિવાર (વરણાંગી) શહેરના જુદા જુદા માર્ગો પર ફરી, બપોરે શ્રી ખામનાથ મહાદેવના મંદિરે સંપન્ન થઈ હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, કાઉન્સિલર જગુભાઈ રાયચુરા, મહેશભાઈ રાડિયા, ભીખુભા જેઠવા, હાર્દિક મોટાણી સહિતના કાર્યકરો, શિવભક્તો જોડાયા હતા અને આસ્થા વ્યક્ત કરી હતી.

કેશોદ
કેશોદ શહેરમાં આજે નિલકંઠ મહાદેવ મંદિરેથી બપોરે ચાર વાગ્યે મહાશિવરાત્રી નિમિત્તે શિવજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા નું પસ્થાન આરતી કરીને નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવ્યુ હતું અને આ ભવ્ય શણગારવામાં આવેલી શિવજી ફલોટસ સાથે ભવ્ય રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી રથયાત્રામાં વિવિધ સામાજિક રાજકીય પક્ષોના કાર્યકરો જોડાયા હતા તેમજ હિન્દુ ધર્મ ના વિવિધ સંગઠનો ના હોદેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કેશોદમાં દશનામ સાધુ સમાજ દ્વારા દર વર્ષે શિવરાત્રી ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા તો બીજી તરફ આજે ના દિવસે કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ ના શહેરીજનો માટે બે સીટી બસ ની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે જેનું ઉધધાટન નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યુ હતું.

રાજુલા
રાજુલા શહેરમાં આયોજિત ભવ્ય શિવરાત્રિ શોભાયાત્રાએ સમગ્ર શહેરને ધાર્મિક અને ઉત્સવી માહોલમાં રંગી દીધું હતું. શોભાયાત્રામાં સાધુ-સંતો શ્રી નારાયણદાસજી સ્વામી અને હરીનંદનદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના અગ્રણીઓએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. શોભાયાત્રામાં રાજુલા ઇઅઙજ મંદિર તથા રાજુલા બ્રહ્માકુમારી સંસ્થાના સભ્યો જોડાયા હતા. નાનાં બાળકો દ્વારા રજૂ કરાયેલી શિવ-પાર્વતીની કૃતિ અને આકર્ષક ફ્લોટ્સ ભાવિકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં રાજુલા ક્ધયા શાળાની આશરે 40 જેટલી બાળાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. તેમની સુંદર રજૂઆતથી ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ બની ગઈ હતી. રાજુલા રુદ્ર ગણ દ્વારા રાસ-ગરબા રજૂ કરનાર દીકરીઓને સ્ટીલના નાના ડબ્બા આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

ગોંડલ
ગોંડલ મુક્તિધામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે મહાશિવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમા સવારે 6 વાગ્યે ભસ્મ આરતી ત્યાર બાદ 25 અલગ અલગ પ્રકારના 1111 કિલો ફળ ફ્રુટ નો શણગાર કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ફ્રુટ ના શણગાર માં તરબૂચ, દ્રાક્ષ, મોસંબી, કેળા, સફરજન, ડ્રેગનફ્રુટ, જામફળ, પાઈનેપલ, પપૈયા, દાડમ, ટેટી, ચીકુ, કિવી, સ્ટ્રોબેરી, સંતરા સહિત ના ફ્રુટ થી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી મુક્તેશ્વર મહાદેવને 10 ફૂટનો ફ્રૂટનો હારનો શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ સર્વે ભક્તો ને ફ્રુટ ડિશ, અને 800 લીટર ભાંગ નો પ્રસાદ આપવામાં આવ્યો મહા શિવરાત્રી ના પર્વ ને લઈને મુક્તિધામ ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

કોટડાસાંગાણી
કોટડા સાંગણીમાં શિવરાત્રિ મહા પર્વ નિમિતે વિવિધ શિવ મંદિરો ભક્તિ ભાવ થી વિભોર થયા .. ગામ ના વિવિધ શિવ મંદિરો માં વહેલી સવાર થી રાત્રી સુધી લોકો એ દર્શન અને પૂજનનો લાભ લઈ ને સ્વાતમાં કલ્યાણ નું ભક્તિ પૂર્વ કર્યા કર્યું હતું.. વર્ષો ની પરંપરા મુજબ કોટડા સાંગાણી ના ફૂલનાથ મહાદેવ મંદિર,પંચનાથ મહાદેવ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર ,રોકડેશ્વર મહાદેવ મંદિર , ભવનાથ મહાદેવ મંદિર વગેરે શિવ મંદિરો માં શિવરાત્રિ ની ઉત્સાહ અને ભક્તિ પૂર્ણ ઉજવણી કરવા માં આવી હતી ..

મોટાદડવા
મોટાદડવા ખાતે 300 વર્ષ થી વધુ પ્રાચીન શિવાલય નો જીર્ણોદ્ધાર વેગડા પરિવાર દ્વારા કરવામાં આવ્યો જેમાં રુદ્ર યજ્ઞ મંદિરમાં શિવ પરિવાર તેમજ જયરામ મહાદેવ નામ સાથે સ્થાપિત કરવામાં આવ્યા મંદિરના નિમિત્ત માત્ર યજમાન રમેશભાઈ વેગડા હિતેશભાઈ વેગડા શિવમભાઈ વેગડા તેમજ પરિવારના દરેક સભ્યો ભાવ સાથે જોડાયા હતા જેમાં સતિષભાઈ મહેતા એન્જીનીયર શૈલેષભાઈ મહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રાધ્યાપક તેમજ પરિવારના રસિકભાઈ વેગડા વિનોદભાઈ વેગડા રવિભાઈ વેગડા ૐકાર વેગડા સહિત સર્વે વેગડા પરિવાર ભાવ સાથે મહાદેવ ના યજ્ઞમાં આહુતિ આપી શિવ જાપ કર્યા હતા આ તકે યજ્ઞના આચાર્યપદે હકાઅદા તેમજ જસદણ ના બ્રાહ્મણો દ્વારા વેદોચાર સાથે ઋચા અનોખું પઠન રાગ રાગિણી સાથે કરવામાં આવ્યું હતું.

ફલ્લા
જામનગર તાલુકાના ફલ્લા ગામે નજીકનાં ગામોમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. સવારે વાજતે ગાજતે શોભાયાત્રા ગામમાં નીકળી હતી. આરતી, બટુક ભોજન તથા સંતવાણી સહિતનાં કાર્યક્રબમો યોજાયા હતાં. જ્યારે ફલ્લા નજીકના બેરાજા વગેરે ગામોમાં અંને ફલ્લાનાં તપેશ્ર્વર મહાદેવ, ફુલેશ્ર્વર મહાદેવ, અનંતેશ્ર્વર મહાદેવ, હાટકેશ્ર્વર મહાદેવ, રામેશ્ર્વર મહાદેવ વગેરે જગ્યાએ મહાદેવજીની પ્રજા આરતી વગેરેનાં કાર્યક્રમો યોજાયા હતાં.

બોટાદ
બોટાદમાં વિરાટેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર અવસરે બોટાદની જનતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે વિરાટેશ્વર મંદિર ખાતે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું .3 હજારથી વધુ શિવ ભક્તોએ દર્શન નો લાભ અને મહા પ્રસાદનો લાભ લીધો હતો.આરતી સહિતના મંદિરોમાં કાર્યક્રમો યોજાયા.મહાદેવના નાદથી શિવ મંદિરો ગૂંજી ઊઠ્યા. શિવરાત્રી પર્વ નિમીત્તે દરેક શિવાલયોમાં બપોરનાં 12 અને રાત્રીનાં 12 કલાકે મહાઆરતી યોજાઈ હતી. જેનો વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિક-ભક્તો લાભ લઈ આરતી બાદ ભાંગ અને મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

વડિયા
સમગ્ર દેશમાં મહા શિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર માં ગિરનાર માં મીની કુંભ અને સોમનાથ માં પ્રથમ જ્યોતિલીંગ ના કારણે મહા શિવરાત્રીની વિશેષ ઉજવણી ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં બાર જેટલાં શિવ મંદિરો આવેલાં છે તેમાં વિષેશ શણગાર, મહા આરતી અને મહા પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા બિલેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ, કંથડનાથ મહાદેવ, જડેશ્વરમહાદેવ, સુરગેશ્વર મહાદેવ ના મંદિરો માં બપોરે યોજાયેલી મહા આરતી માં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે શિવ મંદિરો માં ૐ નમ: શિવાય, હર હર મહાદેવના નાદ થી ગુંજ્યા હતા. અને સમગ્ર વડિયા શિવરાત્રીની ઉજવણીમાં જાણે શિવમય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.

ધોરાજી
ધોરાજી શહેર ખાતે આવેલા જાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી જ પૂજા અર્ચના કરવા માટે પડ્યા સામે ઝાએળે શ્વર દાદા ને પૂજા કરવા માટે લાંબી કતારો લાગી હતી ધોરાજી શહેર નો ઇતિહાસ ગણાતું પ્રાચીન મંદિર છે હર હર મહાદેવ ના નારા લાગ્યા હતા અને જાળેશ્વરમહાદેવ મંદિર શિવાલયથીગુજી ઉઠ્યું. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સલાયા
સલાયામાં આવેલ અતિ પ્રાચીન સ્વયંભૂ શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ભવ્ય રીતે ઉજવણી સલાયા લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિના આયોજન હેઠળ સમસ્ત હિન્દુ સમાજના સાથ સહકારથી કરાઈ હતી. જેમાં સવારે નૂતન ધ્વજારોહણ,લઘુરુદ્ર હવન તેમજ બપોરે સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ભોજન અને સાંજે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનમાં દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તેમજ જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા સાહેબે પણ પરિવાર સાથે મહાદેવના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો.

સોમનાથનો અવિસ્મરણિય અનુભવ વ્યક્ત કરતા ગાયક કૈલાશ ખેર
મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયેલા પર્વના પહેલા દિવસે સોમનાથ પધારેલા સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરે પોતાના અવાજમાં શ્રદ્ધાળુઓને શિવમય બનાવ્યાં હતાં. કૈલાશ ખેરે સોમનાથ મંદિર દર્શન અને પ્રભાસક્ષેત્ર માં આગમનનો અવિસ્મરણિય અનુભવ વ્યક્ત કર્યો હતો. મંદિરની વાત કરતા કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સહિત ગુજરાતની ભૂમિ પરના મંદિરોની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. જે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો સંદેશો આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં રાજ્ય સરકાર દ્વારા આધ્યાત્મિક ચેતનાના પ્રસરણ માટે અઢળક કાર્ય થઈ રહ્યું છે.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં મહાશિવરાત્રી નિમિત્તે મુખ્યમંત્રીએ આપી હાજરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાશિવરાત્રીના પર્વના અનુસંધાને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ અન્વયે ઉજવાઈ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બન્યાં હતાં. મુખ્યમંત્રી શિવ મહિમા અને શૈવ સંસ્કૃતિનું મહિમા મંડન કરતી સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરતા આ કાર્યક્રમના બીજા દિવસે સામાન્ય શ્રોતા તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ જીગરદાન ગઢવી દ્વારા પ્રસ્તુત શિવજનોની પ્રસ્તુતી માણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *