માધાપરના નવાવાસમાં મકાનમાં જુગાર રમતા સાત ખેલી પકડાયા હતા. એલસીબીના પીઆઈ એ. એમ. મકવાણાની સુચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, સાત જોટા બજારની પાછળ, નવાવાસ ખાતે રહેતા ચંદ્રસિંહ બાલુભા જાડેજા પોતાના મકાનના ઉપરના માળે રૂૂમમાં બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે.
દરોડો પાડતા માધાપરના દિલીપસિંહ મેરામણજી જાડેજા, કુકમાના પંકજભાઇ બાબુભાઇ આહીર, માધાપરના કાંતીલાલ વેલજી ઠક્કર, અશ્વિન ઉર્ફે પપ્પુ અનીલભાઇ ઠક્કર, તેજસ શાંતીલાલ રાઠોડ, નવલસિંહ હઠુભા વાઘેલા, મમુઆરાના નરસિંહ ગોપાલ જાટીયાને ઝડપી રોકડ 1,42,600 તેમજ 25 હજારના 5 મોબાઈલ, બલેનો કાર જીજે 12 એફસી 7721, કિયા સેલ્ટોસ જીજે 12 એફએફ 5826 સહીત કુલ 16.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સંચાલક ચંદ્રસિંહ બાલુભા જાડેજા અને ઉદયરાજ સોલંકી પોલીસને હાથ લાગ્યા ન હતા.
