વેરાવળમાં પૂઠાના ગોડાઉનમાં લાગેલી આગ

વેરાવળમાં GIDC વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જેન્ની મરીન નામની ફિશ એક્સપોર્ટ કંપનીના આર.કે. પ્લોટ વિસ્તારમાં આવેલા પૂંઠાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી…

વેરાવળમાં GIDC વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જેન્ની મરીન નામની ફિશ એક્સપોર્ટ કંપનીના આર.કે. પ્લોટ વિસ્તારમાં આવેલા પૂંઠાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, હાલ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાની માહિતી પ્રાપ્ત થઈ નથી. આ અંગે મળતી માહિતી મુજબ ગોડાઉનમાં ફિશ એક્સપોર્ટ માટે ઉપયોગમાં લેવાતા પૂંઠાના બોક્સ તેમજ મોટી માત્રામાં પ્લાસ્ટિક મટીરીયલ નો જથ્થો સંગ્રહિત હતો. બપોરે અંદાજે 12:30 વાગ્યા આસપાસ અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જ્વલનશીલ સામગ્રી વધુ હોવાને કારણે આગ ઝડપથી ફેલાય તેવી ભીતિ ઊભી થઈ હતી.

આ બનાવની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયરમેન વિજય કોડિયાતર અને નરેન્દ્રસિંહ આછડિયા સહિતની ટીમે વોટર બ્રાઉઝર વડે પાણીનો જોરદાર મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો આગ બાજુમાં સંગ્રહિત પ્લાસ્ટિકના જથ્થા સુધી પહોંચી હોત તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકી હોત.

આ અંગે જેન્ની મરીન રો મટીરીયલ ડિપાર્ટમેન્ટ ના સુપરવાઈઝર પંકજ ડોડીયા ના જણાવ્યા મુજબ અમારી જેન્ની મરીન કંપનીના વેસ્ટજ માલ સમાન માટે કંપનીની બાજુમાં આવેલા આર.કે. પ્લોટ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોડાઉન આવેલ છે જેમાં વેસ્ટજ પૂંઠાના બોક્સ અને પ્લાસ્ટિક મટીરીયલ સ્ટોરેજ કર્યું હતું, આજે બપોરે અચાનક ઇલે. વાયરિંગ માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અમારું પ્રાથમિક અનુમાન છે. બનાવ બનતા તાત્કાલિક ફાયર બીગ્રેડ ને જાણ કરી હતી. દરમિયાન અમારી કંપની માંથી વોટર ટેન્કર મંગાવી 20 થી 25 લેબર મારફતે ડોલ વડે પાણી નો મારો ચલાવ્યો હતો. તેમજ ફાયર બીગ્રેડ ની ટીમ જતાં આગને કાબુમાં લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *