ઉંઝાના વેપારી પાસે 20 લાખના તોડકાંડમાં મધ્યપ્રદેશના SPની બદલી, 4 પોલીસ સસ્પેન્ડ

ગુજરાતના એક IPSની મધ્યસ્થી બાદ 20 લાખ વેપારીને પરત અપાયા, ઉચ્ચ કક્ષા સુધી વાત પહોંચતા મધ્યપ્રદેશ પોલીસ સામે કાર્યવાહી મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં હાઈવે પર વાહન…

ગુજરાતના એક IPSની મધ્યસ્થી બાદ 20 લાખ વેપારીને પરત અપાયા, ઉચ્ચ કક્ષા સુધી વાત પહોંચતા મધ્યપ્રદેશ પોલીસ સામે કાર્યવાહી

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન 1 કરોડ રૂૂપિયાની રોકડ મળ્યા બાદ ગુજરાતના ઉજાના વેપારી પાસેથી 20 લાખ રૂૂપિયાની લાંચ લઈને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરનાર પોલીસકર્મીઓ હવે પોતે જ કાયદાના સકંજામાં ફસાયા છે. આ MP Police Hawala Caseમામલાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે સાંજે ગુનાના એસપી (SP) અંકિત સોનીને પદ પરથી હટાવી દીધા છે અને તેમના સ્થાને આઈપીએસ હિતિકા વસલની નિમણૂક કરી છે.

ઘટના 19-20 માર્ચ 2026 ની મધ્યરાત્રિએ નેશનલ હાઈવે-46 પર બની હતી. ધરનાવદા પોલીસ સ્ટેશન હેઠળની રૂૂઠિયાઈ ચોકી પર પોલીસે ગુજરાત પાસિંગની સ્કોર્પિયો કારને રોકી હતી. જેમાં ગુજરાતના એક જાણીતા જીરાના વેપારી Jeera Trader સવાર હતા. તલાશી લેતા કારમાંથી 1 કરોડ રૂૂપિયાની રોકડ મળી આવી હતી. નિયમ મુજબ આ અંગે આવકવેરા વિભાગને જાણ કરવાની હતી.

પરંતુ પોલીસકર્મીઓએ મામલો દબાવવા માટે 20 લાખ રૂૂપિયાની લાંચ માંગી સેટલમેન્ટ કરી લીધું હતું. આ કથિત લાંચકાંડની પોલ ત્યારે ખુલી જ્યારે ગુજરાતના એક વરિષ્ઠ આઈપીએસ Ar^L$pfuA¡ અધિકારીએ મધ્યપ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીઓને ફોન કરીને આ ઘટનાની જાણ કરી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કોલ બાદ ફફડી ગયેલા પોલીસકર્મીઓએ વેપારીને 20 લાખ રૂૂપિયા પરત પણ કરી દીધા હતા. ગ્વાલિયર રેન્જના ડીઆઈજી અમિત સાંઘીએ તાત્કાલિક દરોડો પાડીને તપાસ શરૂૂ કરી હતી, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગુનાહિત આચરણ જણાતા એસઆઈ પ્રભાત કટારે સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલ આ મામલે ઊંડી તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *