મોરબીના માટેલ રોડ પર ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક આધેડનું મોત

માટેલ ઢુવા રોડ પરથી આધેડ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો અને બાઈક ચાલક આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું…

માટેલ ઢુવા રોડ પરથી આધેડ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો અને બાઈક ચાલક આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત બાદ પોતાનું વાહના લઈને ચાલક નાસી ગયો હતો.

વાંકાનેરના નવાપરા પંચાસર રોડ શેરી નં 01 રહેવાસી શ્રવણભાઈ ઉર્ફે ગટુ મનીષભાઈ વીંઝવાડિયા (ઉ.વ.20) ટ્રક જીજે 03 બીડબલ્યુ 8828 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 24 ના રોજ સાંજે ફરીય્ડી ઘરે જતો હતો અને રસ્તામાં ફુઈના દીકરા ભાવિનભાઈનો ફોન આવ્યો અને વાત કરી કે તે માટેલ માતાજીએથી પરત ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં અમરધામ મંદિર સામે રોડ પર આગળ ફરિયાદીના પિતાજી મોટરસાયકલ લઈને જતા હતા અને સામેથી આવતા ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં પિતાને ઈજા થઇ હોવાની માહિતી આપી હતી. જેથી ફરિયાદી શ્રવણ ગયો હતો જ્યાં પિતાનું મોટરસાયકલ જીજે 03 ડીએલ 2952 પડ્યું હતું અને પિતા મનીષભાઈ વીંઝવાડિયા (ઉ.વ.42) વાળાને સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં શરીરે અને માથામાં થયેલી ગંભીર ઈજાને પગલે પિતાનું મોત થયું હતું અને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યું હતું આમ ફરિયાદીના પિતા મનીષભાઈ વીંઝવાડિયા (ઉ.વ.42) વાળા માટેલ માતાજીએ દર્શન કરી પરત ઘરે આવતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને ટ્રક લઈને નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *