એકનાથ શિંદેની પાર્ટીના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે વિદર્ભન સંયોજક અને ઉપનેતા પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. એકનાથ શિંદેને સમર્થન આપીને મોટી ભૂલ કરી હોવાનું પણ સ્વીકાર્યું છે.
નરેન્દ્ર ભોંડેકરે જણાવ્યું કે, તમે અઢી વર્ષ પહેલાં શિવસેના સામે બળવો કરી અલગ માર્ગ અપનાવ્યો હતો. 10 અપક્ષ ધઆરાસભ્યોમાં હું પહેલો હતો કે, જેણે તમને સાથ આપ્યો હતો.હું કોઈપણ સ્વાર્થ વિના તમારી પાસે આવ્યો અને અઢી વર્ષમાં સરકારમાં કંઈ પણ માગ્યા વિના મેં સમર્થન આપ્યું છે.
પોતાના રાજીનામાની સાથે નરેન્દ્ર ભોંડેકરે એવા નેતાઓ પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે જેઓને હાલ મંત્રી બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળને કેબીનેટમાં ન લેવાતા નારાજ સમર્થકોએ પક્ષના કાર્યાલય બહાર ટાયરો સળગાવ્યા હતા.
