સુરતથી રાજકોટ આવેલી ટ્રાવેલ્સમાંથી 6 મુસાફરોના સામાનની ચોરી

  ગોંડલ રોડ ચોકડીએ ઉતરેલા મુસાફરોના સામાન ચોરીની ખબર પડતા પોલીસને જાણ કરાઇ: ચોટીલા પાસે બસ ઊભી રખાવી ઉતરેલા બે ટાબરિયા અને એક શખ્સ સામે…

 

ગોંડલ રોડ ચોકડીએ ઉતરેલા મુસાફરોના સામાન ચોરીની ખબર પડતા પોલીસને જાણ કરાઇ: ચોટીલા પાસે બસ ઊભી રખાવી ઉતરેલા બે ટાબરિયા અને એક શખ્સ સામે શંકા, પોલીસે તપાસ શરૂ કરી

સુરતથી જુનાગઢ જતી ન્યુ ભારત ટ્રાવેલ્સની ખાનગી બસમા રાજકોટ આવેલા અડધો ડઝન મુસાફરોના સામાનની ચોરી થતા આ મામલે રાજકોટ પોલીસમા જાણ કરવામા આવતા પોલીસે તપાસ શરુ કરી છે. સુરતના મતવાવાડી વિસ્તારમા બુકીંગ ઓફીસ ધરાવતા ન્યુ ભારત ટ્રાવેલ્સમા મુસાફરી કરતા છ મુસાફરોના કિંમતી સામાન તેમજ ઘડીયાળની ચોરીમા બે ટાબરીયા સહીત એક શખ્સ પર શંકા વ્યકત કરવામા આવી છે જે અંગે રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ સુરતથી જુનાગઢ વચ્ચે ચાલતી ન્યુ ભારત ટ્રાવેલ્સમા સુરતથી રાજકોટ આવેલા છ જેટલા મુસાફરો રાત્રીના સુરતના મતવાવાડીમાથી બસમા બેઠા બાદ આ બસ વહેલી સવારે 7.30 કલાકે રાજકોટ ગોંડલ રોડ ચોકડી બાયપાસ ખાતે આવી હતી અને ત્યાથી આ બસ જેતપુર અને જુનાગઢના મુસાફરોને લઇ રવાના થાય તે પુર્વે જ બસમાથી ઉતરેલા પ્રસાંતભાઇ નામના મુસાફરે પોતાના સામાનની ચોરી થઇ હોવાનુ માલુમ પડતા આ અંગે બસના ફરજ પરના કલીનરને જાણ કરી હતી ત્યારબાદ એક પછી એક રાજકોટના અન્ય પાંચ મુસાફરોના સામાનની પણ ચોરી થયાનુ માલુમ પડતા બસને ગોંડલ રોડ ચોકડી ખાતે રોકી દેવામા આવી હતી અને આ મામલે પ્રશાંતભાઇએ પોલીસ ક્ધટ્રોલ રૂમમા જાણ કરવામા આવતા આજીડેમ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ ગોંડલ રોડ ચોકડી ખાતે દોડી ગઇ હતી.

સુરતથી રાજકોટ સુધી મુસાફરી કરનાર જે મુસાફરોના સામાન ચોરી થયા હતા તે મામલે પોલીસે બસના ડ્રાઇવર અને કલીનરને બસમા અન્ય મુસાફરો બાબતે પુછપરછ કરતા જાણવા મળ્યુ કે સુરતથી ઉપડેલી ન્યુ ભારત ટ્રાવેલ્સની બસમા જે ખાલી સીટ હતી તેમા સુરતથી થોડે દુર 3 મુસાફરો ચડયા હતા જેમા બે નાના બાળકો અને એક શખ્સે કે જેણે રાજકોટ આવવાનુ હતુ પરંતુ કોઇ કારણસર આ ત્રણેય ચોટીલા હોટલ ખાતે જયારે બસે હોલ્ટ કર્યો અને ત્યાથી બસ રાજકોટ તરફ આવવા રવાના થઇ ત્યારે ચોટીલાથી થોડે દુર હાઇવે પર બસ ઉભી રખાવી ઉતરી ગયા હતા આ ત્રણેય ઉપર શંકા વ્યકત કરવામા આવી છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *