લખનઉની સળંગ ચોથી હાર, રાજસ્થાન રોયલ્સનો 40 રને વિજય

રવિન્દ્ર જાડેજાની 29 બોલમાં 43 રનની અણનમ ઇનિંગ, લખનઉના કેપ્ટન ઋષભ પંત, આયુષ બદોની, એડન માર્કરામનું ખાતુ પણ ન ખુલ્યું આઇપીએલ 2026 માં લખનૌ સુપર…

રવિન્દ્ર જાડેજાની 29 બોલમાં 43 રનની અણનમ ઇનિંગ, લખનઉના કેપ્ટન ઋષભ પંત, આયુષ બદોની, એડન માર્કરામનું ખાતુ પણ ન ખુલ્યું

આઇપીએલ 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સની ખરાબ કિસ્મત અને ખરાબ ફોર્મ બંને સતત ચાલુ છે. સીઝનની 32મી મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનૌને તેના જ હોમ ગ્રાઉન્ડ પર 40 રનથી કરારી હાર આપી છે. ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ તો પસંદ કરી લીધી, પણ 160 રનનો સામાન્ય ટાર્ગેટ ચેઝ કરવામાં તેની આખી ટીમ 18 ઓવરમાં માત્ર 119 રનમાં જ સમેટાઈ ગઈ. આ હાર સાથે લખનૌને સળંગ ચોથી હારનો સામનો કરવો પડ્યો છે અને તે પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે છે, જ્યારે શાનદાર જીત સાથે રાજસ્થાન રોયલ્સ હવે બીજા નંબરે પહોંચી ગયું છે.

મેચની શરૂૂઆતની વાત કરીએ તો, લખનૌના બોલરો ખાસ કરીને મોહમ્મદ શમી અને મોહસીન ખાને કમાલ કરી હતી અને રાજસ્થાનની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલે 22 અને કેપ્ટન રિયાન પરાગે 20 રન બનાવ્યા, જ્યારે વૈભવ સૂર્યવંશી (8) અને ધ્રુવ જુરેલ (0) સસ્તામાં આઉટ થઈ ગયા. એક સમયે 77 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી, પરંતુ છઠ્ઠા નંબરે આવેલા રવિન્દ્ર જાડેજાએ સંકટમોચક બનીને 29 બોલમાં અણનમ 43 રન ફટકાર્યા. તેને છેલ્લે શુભમ દુબેનો સાથ મળ્યો અને રાજસ્થાને 20 ઓવરમાં 159/6 નો ફાઇટિંગ સ્કોર ઊભો કર્યો. લખનૌ તરફથી પ્રિન્સ યાદવે પણ 2 વિકેટ ઝડપી હતી.

160 રનનો ટાર્ગેટ આજના ઝ20 જમાનામાં બહુ મોટો નથી ગણાતો, પણ લખનૌની શરૂૂઆત એટલી ખરાબ હતી કે પહેલી 3 ઓવરમાં જ 3 વિકેટ પડી ગઈ. આયુષ બદોની (0), કેપ્ટન ઋષભ પંત (0) અને એડન માર્કરામ (0) ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થઈ ગયા. એક તરફથી ઓપનર મિશેલ માર્શે બાજી સંભાળી અને 41 બોલમાં 55 રન ફટકાર્યા, પણ સામે છેડેથી કોઈ સાથ ન મળ્યો. નિકોલસ પૂરને 22 રનનું યોગદાન આપ્યું. એકાનાની પીચ ધીમી હતી અને બોલ ટર્ન થઈ રહ્યો હતો, જેના કારણે લખનૌના બેટ્સમેનો સેટ થઈ શક્યા નહીં અને રનરેટનું દબાણ વધતું ગયું.

16મી ઓવરમાં મિશેલ માર્શ આઉટ થતાં જ લખનૌની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ડેથ ઓવર્સમાં જોફ્રા આર્ચરે પોતાની સ્પીડ અને લાઇન લેન્થથી ભારે તબાહી મચાવી. આર્ચરે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 મોટી વિકેટ ઝડપી લીધી. અંતે બ્રિજેશ શર્માએ એક જ ઓવરમાં બે વિકેટ પાડીને લખનૌની ઇનિંગ્સને 119 રન પર જ સમેટી લીધી અને રાજસ્થાન રોયલ્સને એક શાનદાર અને એકતરફી જીત અપાવી.

વૈભવનો રેકોર્ડ, સૌથી ઓછા બોલમાં 500 રન
રાજસ્થાન રોયલ્સના માત્ર 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ભલે કોઈ મોટી ઇનિંગ ન રમી હોય, પણ તેણે એક મોટો ઇતિહાસ રચી દીધો છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આ મેચમાં તે ભલે 8 રન બનાવીને આઉટ થઈ ગયો, છતાં આ નાનકડી ઇનિંગની મદદથી તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. વૈભવ હવે આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી (સૌથી ઓછા બોલ રમીને) 500 રન પૂરા કરનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેની આ શાનદાર સિદ્ધિથી મોટા મોટા અનુભવી બેટ્સમેનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વૈભવને 500 રનના આંકડા સુધી પહોંચવા માટે માત્ર 2 રનની જરૂૂર હતી. તેણે 8 રન બનાવ્યા અને આ સાથે જ માત્ર 227 બોલમાં પોતાના 500 રન પૂરા કરી લીધા. આ પહેલા આ રેકોર્ડ ગ્લેન મેક્સવેલના નામે હતો, જેણે 260 બોલમાં 500 રન પૂરા કર્યા હતા. આ લિસ્ટમાં પ્રિયાંશ આર્ય અને વીરેન્દ્ર સેહવાગ (280 બોલ) અને નમન ધીર (283 બોલ) ના નામ પણ સામેલ છે. પણ વૈભવ 250 થી ઓછા બોલમાં આ સિદ્ધિ મેળવનારો ઈંઙક ઇતિહાસનો એકમાત્ર ખેલાડી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *