UPના મિર્ઝાપુરમાં ભયાનક માર્ગ અકસ્માત: ચાર વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં 11ના મોત

  યુપીના મિર્ઝાપુરમાં બુધવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મિર્ઝાપુર-રીવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ડ્રમડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં…

 

યુપીના મિર્ઝાપુરમાં બુધવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મિર્ઝાપુર-રીવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ડ્રમડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેકાબૂ બનેલા ટ્રેલરે હસતા-રમતા પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી હતી.

અકસ્માતની મળતી માહિતી અનુસાર રાત્રે મધ્યપ્રદેશથી કપચી ભરીને આવી રહેલા એક ટ્રેલરની બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બન્યું હતું. તેણે પહેલા એક સ્વિફ્ટ કારને અડફેટે લીધી અને ત્યારબાદ સામેથી આવતા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. આ જ સમયે પાછળથી આવી રહેલી એક બોલેરો કાર સીધી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરોમાં જોતજોતામાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત નવ લોકો જીવતા સળગી ગયા. આ ઉપરાંત સ્વિફ્ટ કારના ડ્રાઈવર અને ટ્રકના ક્લીનરનું પણ મોત નીપજ્યું છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક માસૂમ દીકરાનું મુંડન કરાવીને ઘરે પરત ફરતા આખા પરિવારને કાળ ભેટ્યો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રકે પાછળથી વાહનોને એટલી જોરથી ટક્કર મારી કે બોલેરોમાં તરત જ આગ લાગી ગઈ. આગની તીવ્રતાને કારણે બોલેરોમાં સવાર કોઈપણ વ્યક્તિને બચાવી શકાયો નહીં.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા દ્વારા તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર આપવાના નિર્દેશો જારી કર્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ₹2 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *