રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ અપનાવીને ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ શોધી આપવાના અભિયાન અંતર્ગત લોધીકા પોલીસે તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કરતા, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અંદાજે રૂૂ. 79,697 ની કિંમતના 07 મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત સોંપ્યા છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને નાગરિકોની ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને પોલીસ સ્ટેશને મદદ માટે આવતા નાગરિકોની ગુમ થયેલ કિંમતી વસ્તુઓ શોધી આપી તેમને મદદરૂૂપ થવા તાકીદ કરવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ લોધીકા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.આર. ડામોર તથા તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે સરકારના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરી મોબાઈલ ટ્રેક કરવામાં આવ્યા હતા. મોબાઈલના IMEI નંબર અને લોકેશનના આધારે ઝીણવટભરી તપાસ કરી સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ માહિતીના આધારે અંદાજે રૂૂ. 79,697 ની કિંમતના 07 મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત આપતા પોતાના ખોવાયેલા મોબાઈલ પરત મળતા મૂળ માલિકોના ચહેરા પર આનંદની લહેર જોવા મળી હતી. લોધીકા પોલીસે જે રીતે ત્વરિતતાથી કામગીરી કરી મોબાઈલ પરત કર્યા, તે બદલ નાગરિકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
