પુનિતનગરમાં વ્યાજની ઉઘરાણીમાં પરિણીતા ઉપર વ્યાજખોરનો હુમલો

શહેરમાં પુનિતનગર વિસ્તારમાં રહેતાં યુવાન પાસે વ્યાજની ઉઘરાણી કરી વ્યાજખોર છરી લઈને પાછળ દોડયો હતો. જે દરમિયાન પતિને બચાવવા વચ્ચે પડેલી પરિણીતાને વ્યાજખોરે ખુરશી વડે…

શહેરમાં પુનિતનગર વિસ્તારમાં રહેતાં યુવાન પાસે વ્યાજની ઉઘરાણી કરી વ્યાજખોર છરી લઈને પાછળ દોડયો હતો. જે દરમિયાન પતિને બચાવવા વચ્ચે પડેલી પરિણીતાને વ્યાજખોરે ખુરશી વડે માર માર્યો હતો. પરિણીતાને હાથમાં ફેંકચર જેવી ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પુનિતનગર વિસ્તારમાં આવેલ બજરંગવાડીમાં રહેતી મીનાબેન જગદીશભાઈ જાદવ નામની 43 વર્ષની પરિણીતા રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે નિતીન ભાનુશાળી નામના શખ્સે ખુરશી વડે માર માર્યો હતો. પરિણીતાને હાથમાં ફેકચર જેવી ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછમાં મીનાબેન જાદવના પતિ જગદીશભાઈ જાદવે હુમલાખોર નિતીન ભાનુશાળી પાસેથી સ્કુટર ઉપર 10 ટકાના વ્યાજે 50 હજાર લીધા હતાં. જે 50 હજાર ચુકવી દીધા બાદ નિતીન ભાનુશાળી વ્યાજના રૂપિયા 20 હજારની ઉઘરાણી કરી જગદીશ જાદવ પાછળ છરી લઈને દોડયો હતો. જે દરમિયાન પતિને છોડાવવા મિનાબેન વચ્ચે પડતાં નિતીન ભાનુશાળીએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *