નવસારી પોલીસની કાર્યવાહી: પોરબંદરના ટ્રક ડ્રાઇવરની ધરપકડ: ત્રણને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી એલસીબી પોલીસે બાતમી આધારે હાઇવે પર બોરીયાચ ટોલનાકા પર સેલવાસ થી ટ્રકમાં ભરીને મકરસંક્રાંતિના તેહવાર માટે જૂનાગઢ લઈ જવાતો રૂૂ.73.45 લાખનો વિદેશી દારૂૂ ઝડપી પાડયો.પોલીસે ટ્રક ડ્રાઈવર ની અટકાયત કરી બે મોબાઈલ સાથે કુલ રૂૂ.83.60 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.
થર્ટી ફર્સ્ટ બાદ આગામી મકર સંક્રાંતિના તહેવારમાં દારૂૂની રેલમછેલ માટે બૂટલેગરો સક્રિય બન્યા છે. નવસારી એલસીબી પીઆઇ વી જે જાડેજાની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક ટ્રક (નં.જીજે-25-યુ-2581)માં સેલવાસથી બ્રાન્ડેડ વિદેશી દારૂૂનો મોટો જથ્થો ભરીને જૂનાગઢ લઈ જનાર છે.
જે આધારે પોલીસે બોરીરયાચ ટોલનાકા ને.હા.નં.48 પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂૂ વ્હિસ્કી અને રમની કુલ 14712 નંગ બોટલો કિં.રૂૂ.73.45 લાખનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર લખમણ વેજાભાઈ મેર (રહે,પોરબંદર, વાણંદ સોસાયટીની બાજુમાં, તા.જી.પોરબંદર) ની ધરપકડ કરી હતી.
ડ્રાઇવરની દારૂૂ અંગે પૂછપરછ કરતા આ દારૂૂ સેલવાસથી બુટલેગર મેરૂૂ ઉર્ફે રામદેવ ઓઢડભાઈ ખૂંટી (રહે,પોટલબંદર ક્ધયા શાળાની બાજુમાં, નવાપરા)એ ટ્રકમાં દારૂૂ ભરાવી આપી કારમાં ટ્રકનું પાયલોટિંગ કરતા હતા.
તેમજ સેલવાસથી બુટલેગર મેંરૂૂનો સાગરીત દારૂૂ ભરેલી ટ્રક આપી ગયો હોવાનું અને જૂનાગઢ ખાતે મેરૂૂ પાસેથી દારૂૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો બુટલેગર મળી ત્રણને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવર લખમણ મેર પાસેથી બે મોબાઈલ મળી કુલ રૂૂ.83.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
