રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે એક રીઢા ગુનેગારોની રિક્ષા ગેંગને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગ રિક્ષામાં પેસેન્જરને બેસાડી, રિક્ષામાં પહેલેથી જ બેઠેલા સાગરીતો દ્વારા ઉલ્ટી કરવાના બહાને ધક્કામુક્કી કરી પેસેન્જરનું ધ્યાન ભટકાવી તેમના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેવાની પદ્ધતિ ધરાવતી હતી. આ સમગ્ર મામલે ગત તા. 19/03/2026 ના રોજ એક ફરિયાદી ગોંડલ ચોકડીથી માર્કેટિંગ યાર્ડ જવા રિક્ષામાં બેઠા હતા, ત્યારે તેમની સાથે આ પ્રકારે છેતરપિંડી કરી ₹19,000ની ચોરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઇગજ ની કલમ 303(2) અને 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં (1) રામ ઉર્ફે લાલો બચુભાઈ લાકડીયા (ઉ.વ. 22), (2) સંજય વિઠ્ઠલભાઈ પરમાર (ઉ.વ. 20) અને (3) શૈલેષ જીવાભાઈ ભરવાડીયા (ઉ.વ. 35) નો સમાવેશ થાય છે. આ આરોપીઓ પાસેથી પોલીસે ₹38,500 રોકડા અને ₹50,000ની કિંમતની સીએનજી રિક્ષા મળી કુલ ₹88,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. હજુ પણ આ ગેંગનો એક આરોપી પકડવાનો બાકી છે, જેની શોધખોળ ચાલુ છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગેંગે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં આચરેલા કુલ 12 જેટલા ગુનાઓની કબૂલાત કરી છે. આરોપીઓએ ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, મોરબી રોડ, વાંકાનેર, મેટોડા ૠઈંઉઈ અને હુડકો ચોકડી જેવા વિસ્તારોમાં પેસેન્જરોને નિશાન બનાવી હજારો રૂૂપિયાની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું છે. આ સફળ કામગીરીમાં ઙજઈં એસ.વી. ગોહિલ, રવિભાઈ વાંક, ભરતભાઈ જોગીયા, ગોપાલભાઈ બોળીયા સહિતના સ્ટાફ મિત્રો જોડાયા હતા. આ કામગીરીથી શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરોને લૂંટતી ટોળકી પર લગામ લાગશે તેવી આશા સેવાઈ રહી છે.
