ચોટીલા નજીકથી 66 લાખનો દારૂ ઝડપાયો

  લુધિયાણાથી જામનગર જતો 5232 બોટલ ભરેલો ટ્રક ઝડપી લેતી એલસીબી સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગત રાત્રીનાં પેટ્રોલીંગ દરમ્યાન લુધિયાણા થી ઇગ્લીશ…

 

લુધિયાણાથી જામનગર જતો 5232 બોટલ ભરેલો ટ્રક ઝડપી લેતી એલસીબી

સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગત રાત્રીનાં પેટ્રોલીંગ દરમ્યાન લુધિયાણા થી ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ 5232 નો જથ્થો ભરી જામનગર જતી ટ્રક ને ચોટીલા સાયલા હાઇવે ઉપર બે શખ્સો સાથે પકડી 81.23 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી મુખ્ય ચાર સહિતનાં આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસમાં ગુનો નોંધાવતા બેડામાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાયલા ચોટીલા હાઇવે ઉપર એલસીબી ટીમનાં પીઆઇ જે. વાય. પઠાણ, તેમજ ટીમ ના કુલદિપભાઇ બોરીચા અને વિજયસિંહ પરમાર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કુલદિપભાઇને ભૂસું ભરેલ ટ્રક અંગે ખાનગી રાહે હકીકત મળતા સઘન તપાસ ટીમે હાથ ધરતા સાયલા ચોટીલા હાઇવે ઉપર મઘરીખડા નજીક આવેલ જોલી એન્જોય વોટર પાર્ક સામે પસાર થતી ટ્રક નં જઈ. જે. 36 વી. 7966 ને અટકાવી તલાશી લેતા ઘઉ જેવા ખાધ્ય પદાર્થ ના ભૂસાના કોથળાની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂૂનો જથ્થો મળી આવતા ટ્રક લઈ આવનાર રાણાવાવ તાલુકાનાં અમરદડ ગામના ધોરીયા નેસ ખાતે રહેતા રબારી રાજુ કાળાભાઇ ચાવડા અને જીવા મેરામણભાઇ ચાવડા ની આગવી ઢબે પુછપરછ હાથ ધરતા પંજાબના લુધિયાણા ખાતે અજાણ્યો વ્યક્તિ દારૂૂ ભરેલ ટ્રક આપી ગયેલ હતો જે જામનગરના બુટલેગર જીગર રબારીને પહોંચતો કરવાની પ્રાથમિક હકીકત જણાવી હતી.

જિલ્લા એલસીબી ની ટીમે ચોક્કસ હકીકતના આધારે ઓપરેશન ગોઠવી ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ 5232 રૂૂ. 66.06000 તેમજ ટ્રક અને અન્ય મળી કુલ રૂૂ. 81.23.000 નો મુદ્દામાલ જપ્ત કરી દારૂૂનો જથ્થો લાવનાર, મંગાવનાર તેમજ મોકલનાર ચાર મુખ્ય આરોપી સહિત તપાસમાં ખુલે તે તમામ લોકો સામે ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં દારૂૂબંધી છે. તેમજ અધધ પ્રમાણમાં કહી શકાય તેટલો ઇંગ્લીશ દારૂૂનો જથ્થો હેરફેર દરમિયાન પોલીસનાં હાથે ઝડપાય છે. ત્યારે આંતર રાજ્ય માંથી દારૂૂ ભરીને જામનગર આવતો ટ્રક ચોટીલા નજીક પકડાય છે તો રાજ્ય ની બોર્ડર ઉપર તેમજ નેશનલ હાઈવે ઉપર આવેલ ચેકપોસ્ટ અને હાઇવે પોલીસ પેટ્રોલીંગમાં કેવા પ્રકારનું ચેકિંગ થતું હશે? તે સવાલ ઉદભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *