ચુડાના મોરવાડ નજીકથી 57.60 લાખનો દારૂ ઝડપાયો

પોરબંદરના શખ્સની ધરપકડ, દારૂનો જથ્થો જામનગરના શખ્સે મંગાવ્યો હોવાની કબુલાત સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (L.C.B.) એ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડ ગામના પુલ પાસે અમદાવાદ-રાજકોટ…

પોરબંદરના શખ્સની ધરપકડ, દારૂનો જથ્થો જામનગરના શખ્સે મંગાવ્યો હોવાની કબુલાત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (L.C.B.) એ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડ ગામના પુલ પાસે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી એક ટ્રકમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 57.60 લાખ રૂૂપિયાનો વિદેશી દારૂૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 70.26 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ જિલ્લામાંથી દારૂૂ અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી. તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી, વાહનોમાં છુપાવીને ગેરકાયદેસર વિદેશી દારૂૂની હેરાફેરી કરતા તત્વો સામે ચોક્કસ માહિતી મેળવી પરિણામલક્ષી કાર્યવાહી કરવા L.C.B. પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, L.C.B. પોલીસ ઇન્સ્પેક્ટર અને પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ L.C.B. અને પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની ટીમોએ હાઈવે પર પેટ્રોલિંગ શરૂૂ કર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે રોડ પર મોરવાડ ગામના પુલ પાસેથી એક સફેદ કલરનો ટાટા કંપનીનો ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવ્યો હતો.

ટ્રકની તલાશી લેતા, સોયાબીનના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 750 એમ.એલ.ની કુલ 4396 બોટલ વિદેશી દારૂૂ, જેની કિંમત 57,60,600 રૂૂપિયા થાય છે, તે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, 580 સોયાબીનના મીણીયાની થેલીઓ (કિંમત 2,61,000 રૂૂપિયા), ટ્રક (કિંમત 10,00,000 રૂૂપિયા) અને એક મોબાઈલ ફોન (કિંમત 5,000 રૂૂપિયા) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ, કુલ 70,26,600 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે ટ્રક ડ્રાઈવર રામભાઈ અજાભાઈ મોરી (રહે. ફુલીવાવ નેશ, નાગકા ગામ, તા./જી. પોરબંદર) ને પકડી પાડી તેની વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં જગાભાઈ રીણાભાઈ રબારી (રહે. ખાંપટ ગામ, તા./જી. પોરબંદર), ભીલવાડાની સહયોગ હોટલ ખાતે દારૂૂ ભરેલો ટ્રક આપી જનાર અજાણ્યો ઇસમ અને દારૂૂનો જથ્થો મંગાવનાર જામનગરનો અજાણ્યો ઇસમ સહિતના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે.

આ કામગીરી L.C.B. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ તથા સ્ટાફના પ્રવિણભાઈ કોલા, કૃણાલસિંહ ઝાલા અને ભરતભાઈ સભાડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *