ભાવનગર બંધ ફ્લેટમાંથી રૂા.9.50 લાખ મતાની ચોરી, બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

ભાવનગર શહેરના માલેકવાડી સર્કલમાં આવેલ ફ્લેટમાં રહેતા વેપારીના બંધ મકાનમાં “રોકડ અને સોનાના દાગીના મળી “રૂૂ.સાડા નવ લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. દરમિયાન…

ભાવનગર શહેરના માલેકવાડી સર્કલમાં આવેલ ફ્લેટમાં રહેતા વેપારીના બંધ મકાનમાં “રોકડ અને સોનાના દાગીના મળી “રૂૂ.સાડા નવ લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. દરમિયાન આ ચોરીના બનાવ અંગે પોલીસે બે મહિલા સહિત ત્રણ શખ્સો ને ઝડપી લીધા છે જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના માણેકવાડી સર્કલમાં આવેલ ઈનાયા બિલ્ડિંગના ફ્લેટમાં રહેતા અને વીઆઈપી પાર્ક, મોતીતળાવમાં વેપાર કરતા મહમદ આતિક અબ્દુલગની હતાણી ઉ.વ. 51. વાળાએ ધોધારોડ પોલીસ મથકમાં એવા મતલબની કરિયાદ નોંધાવેલા કે ગત તા.8 જાન્યુઆરીના રોજ તેઓ પરિવાર સાથે વડોદરા ખાતે. લગ્ન પ્રસંગે ઘરને લોક કરીને ગયા: હતા.

અને તા. 10ના રોજ રાત્રીના: પરંત આવ્યા હતા અને 12 તારીખે: તેઓને તેમના ઘરમાં ચોરી થઈ હતી. તપાસ કરતા કબાટમાંથી રોકડારૂૂ.5.50 લાખ તથા રૂૂ. 4 લાખ ની કિંમત ના દાગીના મળી કુલ રૂૂપિયા 9.50 લાખની ચોરી થયાનું જાણવા મળેલ. આથી તેમણે ફ્લેટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તા. 9ના રોજ રાત્રીના બુરખા પહેરેલી અને મો પર નકાબ ભાયેલી મહિલાઓ ફ્લેટમાં આવીઅને લિફ્ટમાં સાતમા માળે ગયેલ અને ત્યાંથી આઠમા માળે દાદરચડીને ગયેલ ત્યાંથી તેના ટેરેસમા ઉતારી જુલાનાં સહારે અંદર પ્રવેશી કભાટમાંથી રોકડ અને દાગીના ચોરી કરી નીકળેલ તેવા ફૂટેજ મળી આવ્યા હતા. આ અંગેની હંમદ આસિહ અબ્દુલગની એ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન ભાવનગરની એલસીબી પોલીસે ચોરીના આ બનાવ અંગે બે મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા છે જેમાં તોસીફ શમશિર હમીદાણી, રૂૂકસારબેન તોસીફભાઈ તથા આઈસાબેન તોફીકભાઈ નો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *