ચોટીલા હાઇવે પરથી પપ લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર LCBએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા હાઇવે પર મઢાદગમના પાટીયા નજીકથી એક ટ્રક ક્ધટેનરમાંથી રૂૂ. 55.74 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો…

સુરેન્દ્રનગર LCBએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા હાઇવે પર મઢાદગમના પાટીયા નજીકથી એક ટ્રક ક્ધટેનરમાંથી રૂૂ. 55.74 લાખનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂૂ. 80.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરી છે. LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે મઢાદગમના પાટીયા નજીક ચોટીલા હાઇવે પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ટાટા કંપનીના ટ્રક ક્ધટેનરમાંથી રૂૂ. 55,74,312ની કિંમતની 12,516 નાની-મોટી સીલબંધ બોટલો મળી આવી હતી.

દારૂૂના જથ્થા ઉપરાંત, પોલીસે રૂૂ. 25 લાખની કિંમતનો ટ્રક, રૂૂ. 10 હજારનો મોબાઇલ ફોન અને બે નંબર પ્લેટ પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂૂ. 80,84,312નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ટ્રક ચાલક અરવીંદકુમાર પેમારામ ઢાંકા બિશ્નોઇ (રહે. જમભેશ્વરનગર, આગોર, તા. ચોહટન, જી. બાડમેર) ને ઝડપી પાડવામાં આવ્યો છે. જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ તપાસમાં દારૂૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના શીખર નિવાસી અનીલકુમાર પાંડીયા, ટ્રકના માલિક અને દારૂૂનો જથ્થો મંગાવનાર અન્ય ઇસમોની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. આ કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *