સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના સામતપર ટોલનાકા પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાકડાની આડમાં છુપાવીને લઈ જવાતો રૂૂપિયા 39,09,504ની કિંમતનો દારૂૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂપિયા 49,19,504નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આગામી હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (ઈંઙજ) એ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ અંતર્ગત LCB ને હાઇવે અને સીમ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.
LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાની ટીમોએ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સાયલા તાલુકાના સામતપર ગામ પાસે આવેલા નવા ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલી ટાટા કંપનીની ટ્રકને રોકવામાં આવી હતી.
ટ્રકની તલાશી લેતા તેમાં લાકડાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં નાની-મોટી કુલ 3816 બોટલો હતી, જેની કિંમત રૂૂપિયા 39,09,504 આંકવામાં આવી છે. દારૂૂ ઉપરાંત 120 મણ લાકડા, રૂૂપિયા 10,00,000ની કિંમતની ટ્રક અને રૂૂપિયા 10,000નો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂૂપિયા 49,19,504નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક આરીફભાઈ મુસાભાઈ લાખા (રહે. ગડુ, માળીયા હાટીના, જૂનાગઢ)ની ધરપકડ કરી છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં ઉમરભાઈ જુસબભાઈ લાખા (રહે. જામવાળી, માંગરોળ, જૂનાગઢ), હરિયાણા ખાતેથી દારૂૂનો જથ્થો ટ્રકમાં ભરી આપનાર વ્યક્તિ અને દારૂૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
