રાજકોટ શહેરમા દારૂ અને જુગારની બદીને નાથવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ શહેર પોલીસનાં થાણા અધીકારીઓને દારૂ અને જુગારનાં કેસ કરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો હોય થોરાળા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે રાત્રીનાં સમયે ગંજીવાડા શેરી નં 33 મા આવેલા મકાનમા દરોડો પાડી 3 લાખની 228 દારૂની બોટલ જપ્ત કરી બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.
થોરાળા પોલીસ સ્ટેશનનાં પીઆઇ એન. જી વાઘેલાની રાહબરીમા પીએસઆઇ મહેશ્ર્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, મહેશભાઇ સોલંકી, ધર્મેન્દ્રભાઇ ગઢવી, ઇમરાનભાઇ ચુડાસમા, જયદીપસિંહ જાડેજા, હસમુખભાઇ નીનામા અને નીલેશભાઇ ચૌહાણ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો. ત્યારે બાતમીને આધારે ગંજીવાડા શેરી નં 33 રામજી મંદીર પાસે રહેતા યુવરાજ નાનકાભાઇ કાઠીનાં મકાનમા દરોડો પાડતા મકાનમાથી અલગ અલગ 228 દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે પોલીસે 3 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. અને બુટલેગર યુવરાજ કાઠી હાજર નહી મળી આવતા તેમની શોધખોળ શરૂ કરી છે.
