ગોંડલના સાજડિયાળી ગામે વીજ કરંટ લાગતા 35 ઘેટાનાં મોત

ગોંડલનાં નાના એવા સાજડીયાળી ગામે કમકમાટી ભરી ઘટનાં સામે આવી છે. વહેલી સવારે 66 કે.વી.ની બાજુમાં અર્થીંગ જોડાયેલા વાયરની પ્લેટ ખુલ્લી પડી હોય તેના પરથી…

ગોંડલનાં નાના એવા સાજડીયાળી ગામે કમકમાટી ભરી ઘટનાં સામે આવી છે. વહેલી સવારે 66 કે.વી.ની બાજુમાં અર્થીંગ જોડાયેલા વાયરની પ્લેટ ખુલ્લી પડી હોય તેના પરથી પસાર થયેલા 35 જેટલા ઘેટાઓનું શોર્ટ લાગવાથી મોત નિપજ્યા હતાં. પલભરમાં મૃતક ઘેટાઓનો ઢગલો થતા સાજડીયાળીમાં અરેરાટી ફેલાઇ હતી.
સાજડીયાળી રહેતા માલધારી હરેશભાઈ ગોવાભાઇ હાજરાનો વાડો ધાર વિસ્તાર માં આવેલો છે.જેની બાજુ માં 66 કેવીનું ટીસી આવેલુ છે.આ ટીસીનાં અર્થીંગનાં વાયરની પ્લેટ જમીન પર ખુલ્લા માં પડી હતી.

જેમા વિજ કરંટ ચાલુ હતો.હરેશભાઈ એ વહેલી સવારે પાંચ વાગ્યે વાડામાંથી ઘેટાઓને ચરવા માટે બહાર કાઢ્યા હતાં. દરમિયાન ઘેટાઓ અર્થીંગ વાયરની પ્લેટ પરથી પસાર થતા શોર્ટ લાગતા ઘેટાઓ ટપોટપ મૃત્યુ પામ્યાં હતાં.બનાવ નિહાળી માલધારી હરેશભાઈ હતપ્રત બની ગયા હતાં.બનાવની જાણ પીજીવીસીએલ તંત્રને થતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. જો કોઈ માણસ અજાણતા આ પ્લેટ પરથી પસાર થયો હોત તો મોટી જાનહાની સર્જાઇ હોત. હરેશભાઈ નાં જણાવ્યાં અનુસાર એક ઘેટાની કિંમત અંદાજે પંદરહજાર જેવી થાય છે.વિજ કરંટને કારણે 35 જેટલા ઘેટાનાં મોત થતા પેતાની રોજીરોટી છીનવાઇ ગયાંનું દુ:ખ હરેશભાઈ એ વ્યક્ત કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *