રાજકોટની ભાગોળે બામણબોર પાસેથી રૂપિયા 3.59 લાખનો દારૂ ઝડપાયો

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી પીસીબીની ટીમે રૂૂ.3.59 લાખની કિંમતનો વિદેશી દારૂૂ અને શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને છેતરવા માટે…

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી પીસીબીની ટીમે રૂૂ.3.59 લાખની કિંમતનો વિદેશી દારૂૂ અને શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને છેતરવા માટે સિરામિક પાવડરની બોરીઓની આડમાં આ જથ્થો છુપાવવામાં આવ્યો હતો, પરંતુ પીસીબીની ટીમે બાતમીના આધારે આખોય કારસો નિષ્ફળ બનાવ્યો છે. આ દરોડામાં રૂૂ.12 લાખનો મુદ્દમાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે. જયારે ત્રણના નામ ખુલ્યા છે.

મળતી વિગતો મુજબ પી.સી.બી. પી.આઈ એમ.આર. ગોંડલીયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ હાઈવે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પી.સી.બી.ના એ. એસ. આઈ. ઘનશ્યામસિંહ ચૌહાણ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને સંયુક્ત રીતે એક અત્યંત ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી. રાજસ્થાન તરફથી એક ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂૂનો જથ્થો છુપાવીને રાજકોટ તરફ લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ હકીકતના આધારે પીસીબીની ટીમે તાત્કાલિક અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલી બામણબોર ચેકપોસ્ટથી થોડે આગળ મોરચો સંભાળ્યો હતો અને વોચ ગોઠવી દીધી હતી.

આ દરમિયાન બાતમી મુજબનો એક શંકાસ્પદ ટાટા કંપનીનો ટ્રક નંબર આર.જે-02-જીએ-9642 ત્યાંથી પસાર થતા તેને કોર્ડન કરીને અટકાવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ટ્રકમાં સવાર શખ્સોએ યોગ્ય જવાબ ન આપતા પોલીસે ટ્રકની તલાશી લેવાનું શરૂૂ કર્યું હતું. ટ્રકની અંદર તપાસ કરતા ઉપરના ભાગે સિરામિક પાવડરની પ્લાસ્ટિકની બોરીઓ વ્યવસ્થિત રીતે ગોઠવેલી જોવા મળી હતી. જોકે, પોલીસે બારીકાઈથી તપાસ કરીને બોરીઓ હટાવતા જ નીચે છુપાવેલો વિદેશી દારૂૂની બોટલો, પાઉચ તેમજ આલ્કોહોલિક કેમિકલ ભરેલા મોટા કેરબાઓનો જથ્થો મળી આવતા પીસીબીની ટીમ પણ ચોંકી ઉઠી હતી.

દારૂૂ સાથે રાજસ્થાનના રઘુવીરસીંગ રતનસીંગ ચૌહાણ અને કુલસીંગ સંગ્રામસીંગ ચૌહાણની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતા તપાસ દરમિયાન આ નેટવર્કમાં અન્ય ત્રણ શખ્સોની સંડોવણી પણ સામે આવી છે, જેમને પકડવાના બાકી છે. આ ફરાર આરોપીઓમાં દારૂૂનો જથ્થો મોકલનાર દિનેશસીંગ (રહે. બંજારી ગામ, તાલુકો-ભીમ, જીલ્લો-રાજસમન્દ, રાજસ્થાન) તેમજ રાજકોટમાં આ જથ્થો મંગાવનાર અને ડિલિવરી લેનાર સ્થાનિક બુટલેગરો ગૌતમ (રહે. રાજકોટ) અને અનીલ (રહે. રાજકોટ) નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. દરોડા દરમિયાન ટ્રકમાંથી જુદી-જુદી બ્રાન્ડનો કુલ 3,984 નંગ વિદેશી દારૂૂ/પાઉચનો જથ્થો તથા 400 લીટર આલ્કોહોલિક વાહન મળીને કુલ રૂૂ.12,26,424 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશનને પી.સી.બી.ના પી.આઈ એમ.આર. ગોંડલીયા અને પીએસઆઈ પી.બી. ત્રાજીયા, પીએસઆઈ આર.કે. જાડેજાના નેતૃત્વ હેઠળ એ.એસ.આઈ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ તેમજ હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદીપસિંહ સરવૈયા અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે તથા ડ્રાઇવર પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *