બાડમેરથી ભુજ આવતી ખાનગી લકઝરીમાંથી 3.29 લાખનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાને પડકારવા માટે બુટલેગરો રોજ નવા કિમિયા અજમાવી રહ્યા છે, ત્યાર પાટણની સાંતલપુર પોલીસે વધુ એક બૂટલેગરો દ્વારા દારૂૂની હેરાફેરી માટે પોલીસની આંખમાં…

ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાને પડકારવા માટે બુટલેગરો રોજ નવા કિમિયા અજમાવી રહ્યા છે, ત્યાર પાટણની સાંતલપુર પોલીસે વધુ એક બૂટલેગરો દ્વારા દારૂૂની હેરાફેરી માટે પોલીસની આંખમાં ધૂળ નાખવા કરેલ પ્લાન નિષ્ફળ બનાવ્યા છે.

પીપરાળા ચેકપોસ્ટ પર બાતમીના આધારે પોલીસે બાડમેરથી ભુજ આવતી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂૂ અને બિયરનો 3.29 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂૂ, બસ અને મોબાઈલ સહિત કુલ 18.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સાંતલપુર પોલીસની બાતમી મુજબ ‘જય ભવાની ટ્રાવેલ્સ’ની લક્ઝરી બસમાં દારૂૂ ઘુસાડાવામાં આવી રહ્યો છે. પોલીસે બસ રોકી અને કડક તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલા દારૂૂની કિંમત ₹3.29 લાખ હોવાનું સામે આવ્યું છે.

રાજસ્થાનથી ગુજરાતમાં ચાલી રહેલા આ સુનિયોજિત નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી સપ્લાયર્સ અને રિસીવર્સની શોધખોળ આદરી છે. બે આરોપી ટીકમારામ ભૂરારામ ચૌધરી રહે બાલાસર જી બાડમેર રાજસ્થાન અને લાલસિંહ ખોજરાસિહ રાજપુત રહે તીબનીયા જી બાડમેર ઝડપી પાડી પોલીસે તપાસ હાથ ધરી છે.

બુટલેગરોએ કાયદાની નજરથી બચવા માટે પેસેન્જર લક્ઝરી બસની અંદર જ એક ગુપ્ત ‘ચોર ખાનું’ (સીક્રેટ કેબિન) તૈયાર કર્યું હતું.સામાન્ય મુસાફરોની અવરજવર ધરાવતી બસનો ઉપયોગ કરાયો જેથી ચેકપોસ્ટ પર કોઈને શંકા જાય નહી.અને આ ચોર ખાનામાં ખૂબ જ ચાલાકીપૂર્વક વિદેશી દારૂૂ અને બિયરની નાની-મોટી કુલ 1,092 બોટલો છુપાવીને રાખવામાં આવી હતી.જે બાડમેર થી કચ્છ જઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *