આન-બાન-શાન સાથે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો નાટકો, રજૂ કરાયા રાજ્ય સહિત શહેરભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી, સામાજિક, રાજકીય સંસ્થાઓ,…

સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો નાટકો, રજૂ કરાયા

રાજ્ય સહિત શહેરભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી, સામાજિક, રાજકીય સંસ્થાઓ, બેંકોમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સ્થાનિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીતો પર દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા સહિતની કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓની અનેકવિધ રંગારંગ પ્રસ્તૃતિઓ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સરસ્વતી વિદ્યાલય

રાજકોટના 15- બ્રાહ્મણીયા પરા, ગોવિંદબાગ ખાતે આવેલ સરસ્વતી વિધાલયમાં 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની શાનદાર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ભૂતપૂર્વ વિધાર્થી વિક્રમભાઈ લોખીલ (હાલ ક્રાઇમ બ્રાન્ય રાજકોટ)ના હસ્તે ધ્વજવંદન થયેલ. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વાલી ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા તથા વહેલી સવારમાં શાળાના વિધાર્થીઓ તથા શિક્ષકોએ પ્રભાતફેરી નારા – બેન્ડ સાથે નીકળેલ. આ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ભાતીગળ ગીત- સંગીત, દેશભક્તિના ગીતો, નાટક, શૌર્યગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ હતું.

વી.વી.પી. પરિવાર

રાષ્ટ્રાય સ્વાહા ઈદં ન મમને વરેલી સૌરાષ્ટ્ર-કચ્છની ખ્યાતનામ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના કેમ્પસ માં વીવીપી એન્જીનીયરીંગ કોલેજ , ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને કીચ સ્કૂલ ઓફ ડિઝાઇન એમ ત્રણે કોલેજ ના સંયુક્ત ઉપક્રમે 26મી જાન્યુઆરી, 76માં પ્રજાસત્તાક દિવસ ની સુંદર ઉજવણી થઈ હતી. આ તબક્કે નિકુંજભાઈ ધોળકીયા-ચેરમેન, વિજય કોર્મશીયલ બેંક, ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે, એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઈ વણઝારા, આર્કીટેકચર કોલેજના પ્રિન્સીપાલ દેવાંગભાઈ પારેખ, કીચ સ્કૂલ ઓફ ડીઝાઈનના પ્રિન્સીપાલ પ્રો. શૈલીબેન ત્રિવેદી ત્રણે કોલેજ ના વિદ્યાર્થીઓ, તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમની શરૂૂઆત મહેમાન નિકુંજભાઈ ધોળકીયા, વી.વી.પી.ના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવેના હસ્તે ધ્વજારોહણ થી કરવામાં આવી હતી.

કડવીબાઈ વીરાણી વિદ્યાલય

વલ્લભ ક્ધયા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઇ વીરાણી ક્ધયા વિદ્યાલય તથા શ્રી સી.કે.ગોહિલ પ્રાથમિક શાળાના સંયુકત ઉપક્રમે 76માં પ્રજાસત્તાક દિનની ધામધુમથી ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સંસ્થાની બન્ને વિદ્યાર્થિનીઓ કુ. સિયા ડાંગર અને કુ. માર્ગી ડોબરિયા ના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમા સંસ્થાની તમામ વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સંસ્થાની તમામ વિદ્યાર્થિનીઓ, ટ્રસ્ટીીઓ, તમામ વિભાગના આચાર્યાઓ તથા શિક્ષકઓ ઉપસ્થિત રહયાં હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્યા વર્ષાબેન ડવ તથા પ્રા. શાળાના આચાર્યા ચેતનાબેન આહયા તેમજ સંસ્થાના નિયામક હીરાબેન માંજરિયાના માર્ગદર્શન મુજબ જહેમત ઉઠાવી હતી.

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી

ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે આજ રોજ 76મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના મા. કુલપતિ પ્રો. સંજય ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત આ ઉજવણીમાં મહેસાણા જિલ્લાના મનરેગાના લોકપાલ ગિરિશ શર્મા તેમજ સામાજિક કાર્યકર અને યુનિવર્સિટીના શોધછાત્ર ગૌરવ ઠક્કર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલસચિવ ડો. નીલેશ પંડ્યા અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર તેમજ વિદ્યાવાટિકામાં ભણતાં બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. શિલ્પા વાળા અને સંચાલન શારીરિક શિક્ષણની શોધછાત્ર કુંદન માકાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુલાબનગર પ્રાથમિક શાળા

રાજકોટ ગુલાબનગર પ્રાથમિક શાળા માં આજે 76 માં ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.. જેમા શાળામાં પ્રમોશન સાથે આચાર્ય નિમણુક થઈ છે એવા મુકેશભાઈ ડાંગરને એસએમસી કમિટી દ્વારા શિલ્ડ આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.આજ ના આ કાર્યક્રમ માં વોર્ડ પ્રમુખ તથા વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહી ને કાર્યક્રમ ને સફળ બનવ્યો હતો.

અમૃતેશ્ર્વર લાફીંગ ક્લબ
76 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે અમૃતેશ્વર લાફીંગ ક્લબ દ્વારા સવારે 06-50 વાગ્યે વિરાટ રાષ્ટ્ર ની વિરાટ યાત્રાસ્ત્રસ્ત્ર નું આયોજન કરાયું. રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રઘ્વજ ને સલામી આપવામાં આવી અને ત્યાર બાદ અરવિંદ વોરા – ડીસ્ટ્રિક્ટ કનવિનર- રાજકોટ લાફીંગ ક્લબ ના ફ્લેગ ઓફ સાથે વિરાટ તિરંગા યાત્રા નું આયોજન અમૃતેશ્વર મહાદેવ મંદિર ત્રિમૂર્તિ બાલાજી(150ફીટ રીંગ રોડ) સુધી કરવામાં આવેલું. સમગ્ર આયોજન અમૃતેશ્વર લાફીંગ ક્લબ ના કનવિનર રમેશભાઈ અનડકટ, વહીવટી અધિકારી વિનોદભાઈ મકવાણા તથા પ્રવૃત્તિ અધિકારી દિનેશભાઈ વઢવાણા, શિવલાલભાઈ બુદ્ધદેવ તથા ભાઈલાલભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

જીવન નગર વિકાસ સમિતિ
ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના સંયુકત ઉપક્રમે 76 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન શહેર ભા.જ.પ. ના મંત્રી હરેશભાઈ કાનાણી અને વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે રહીશોને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. ધ્વજવંદન સમારોહ અને ઈનામ વિતરણમાં શહેર ભા.જ.5. ના મંત્રી હરેશભાઈ કાનાણી, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી મેહુલભાઈ નથવાણી, રત્નદિપસિંહ જાડેજા, મનીષભાઈ ડેડકીયા, પિયુષભાઈ રાજપરા, શ્યામભાઈ કટ્ટા, દર્શિત જોષી, પાર્થ ગોહેલ, વિનોદરાય ભટ્ટ, આર.એસ.એસ. ના જીતુભાઈ ગોહેલ, સતીષભાઈ ગોહેલ, અનંતરાય રૂૂપારેલ, ચેતનભાઈ ભટ્ટ, અનંતભાઈ ગોહેલ, સુભાષભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગરથીયા, મુકેશભાઈ પોપટએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભા.જ.5. ના હોદ્દેદારોએ શાળા-હાઈસ્કૂલના આચાર્યા છાયાબેન દવે, ઝંખનાબેન કોઠારી, સ્ટાફનું વિશેષ બહુમાન કર્યું હતું. વાતાવરણ સુરીલું બની ગયું હતું.ઉપસ્થિતિ સૌએ શાળાની પ્રગતિને બિરદાવી હતી.

મા સંતોષી પે સેન્ટર શાળા
વોર્ડ નં. 3 માં આવેલી નગર પ3ાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માં સંતોષી પેસેન્ટર શાળા નં. 98 ખાતે 76માં પ્રજાસત્તાક દિને ઈલાબેન પંડ્યા રાજકોટ શહેર ભાજપ મંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો રણધીરભાઈ સોનારા વોર્ડ નં. 3 ના પ્રમુખ જીતુભાઈ કુગરશિયા, વોર્ડ નં. 3 ના યુવા પ્રમુખ હીનાબા ગોહિલ, વોર્ડ નં. 3 ના મહિલા મોરચાના પ્રમુખ બળદેવસિંહ ગોહિલ, તૃપ્તિબેન ટાંક પોસ્ટ માસ્તર રેલનગર શાળાના એસએમસી સભ્ય ક્રિષ્નાબા જેઠવા, એસ.એમ.સી. શિક્ષણવિદ શાળા નં. 59ના પૂર્વ આચાર્ય અને વ્યાયામ શિક્ષક મનસુખલાલ ડી. અમૃતિયાનું શાળા આચાર્ય મનોજભાઈ ટાંકે પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ વીર બળદેવસિંહ સ્પર્ધામાં નંબર મેળવનાર બાળકો વક્તૃત્વ સ્પર્ધા, નિંબધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્દા વશભૂષા કાર્ડમાર્કિંગ સ્પર્ધા પ્રથમ દ્વિતિય, તૃત્યિ આવેલ દરેક સ્પર્ધાના વિદ્યાર્થીઓને આકર્ષક ઈનામ આપેલ સંસ્કૃતિક કૃતિ રજૂ કરેલ. આ કાર્યક્રમને સફલ બનાવવા શાળાના શિક્ષકો કાવ્યાબેન મર્થક કૈલાશબેન કગથરા, ભક્તિબેન કાનગડ, લક્ષ્મીબેન જાદવ, રીહાબેન ભટ્ટ, સૂર્વવંદનાબેન ગોસ્વામી, ભરતભાઈ બેલાણી, સંજયભાઈ ચાવડાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 8ની વિદ્યાર્થીની સારેક્ટએ કરેલ આભારવિધિ ચંપકભાઈ પ્રજાપતિએ કરેલ.

પંચરત્ન પાર્ક
76મો પ્રજાસત્તાક પર્વ નિમિતે પંચરત્નપાર્કમાં એક ભવ્ય પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાન (છખઈ) શાસક પક્ષના નેતા નીલુબેન જાદવ, (ઠઙઈ) જઇંઊ ઝયફળ માંથી પલ્લવી બેન ગોહેલ, હંસાબેન પઢીયાર, તાલુકા પોલીસ સ્ટેશનમાંથી હેતલબેન જાદવભાઈ ઘુસર, ઇ ડીવીજન પોલીસમાંથી સરસ્વતીબેન મકવાણા, વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર રણજિતભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, ફન્નાડીશભાઈ પાડલીયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વિજયભાઈ કોરાટ, ડોક્ટર દ્રષ્ટિબેન સોસા, પત્રકાર મયુરીબેન સોની, એડવોકેટ ગૌતમી તથાગત,એડવોકેટ પ્રિયંકાબેન રાખૈયા, શિક્ષક જારીનાબાનું સોહેરા, શિક્ષક કાજલબેન મૈયાત્રા, પ્રિયાસેન તથાગત , ધ ગ્રેટ બુદ્ધા સ્કૂલના સંચાલક નીતાબેન મકવાણા બૌદ્ધ વિહાર(કણકોટ) ના પ્રમુખ મોહનભાઈ રાખૈયા, ધ ગ્રેટ બુદ્ધા વિહારના વિદ્યાર્થીઓએ ડો. બાબા સાહેબના બંધારણ થકી જે પદ મળ્યા તેના પાત્ર પહેરવેશ પહેરી પ્રદર્શન કર્યું હતું. પંચરત્ન પાર્ક વિસ્તાર ના 400 થી 500 લોકો બાહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા.

વિકાસ વિદ્યાલય
વિકાસ વિદ્યાલય સ્કુલમાં 76નાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અતંગત ભારત સરકારે દીકરીને પ્રણામ દેશને નામ થીમ પર ઉજવાનું નક્કિ કરેલ હોય, શાળાની ધોરણઅ-8 માં અભ્યાસ કરતી ગારી એમ પ્રજાપતી હસ્તે ધ્વજવંદન કરેલ. આ પ્રસંગે ભકિતનગર પોલીસ સ્ટેશનનાં ઙજઈં અઉં લાઠિયાનાં હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનીત કરેલ, કાર્યક્રમમાં ઠઙઈ જઇંઊ ઝઊઅખ પલ્લવીબહેન, વોર્ડ નંબર 14નાં ભાજપનાં કોર્પોરેર્ટર ભારતીબહેન બકુલભાઈ મકવાણા, પ્રવિણભાઈ તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, તેમજબહોડી સંખ્યામાં વાલી, ઉપસ્થિત રહિ કાર્યક્રમની શોભા વધારી હતી. બાળકોએ રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરેલ, દેશભકિતનાગીત દ્રારા સાસ્કૃતિ કાર્યક્રમ રજુ કરવામાં આવેલ.

કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી

પ્રજાના પ્રશ્ર્નોને વાંચા આપી તંત્ર સામે લડાઈ લડવા કોંગ્રેસ પ્રમુખ અપીલ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ 26 જાન્યુઆરી, 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી 41, જાગનાથ પ્લોટ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે દબદબાભેર કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખે આન,બાન,શાન સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે તિરંગો લહેરાવી વીર જવાનોને તેમની બહાદુરીને યાદ કર્યા હતા. 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઉપસ્થિત સૌ કોંગ્રેસના આગેવાનોને હૃદય પૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. આજના દિવસે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણા દેશના બંધારણના ઘડવૈયાઓ એ આઝાદ ભારતનું જે મહામુલુ બંધારણ કર્યું છે. તેની રક્ષા કરીએ અને પ્રજાના હક્ક અને અધિકારોની રક્ષા કરીએ અને પ્રજાના પ્રશ્નો સમસ્યાઓને વાચા આપતા રહીએ અને તંત્રની સામે લડત લડતા રહીએ. રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરને યાદ કરી નમન કરી બંધારણ અંગેની રૂૂપરેખા આપી હતી અને ઉપસ્થિત સૌ કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રજાસત્તાક દિન પર્વની નિમિત્તે ધ્વજવંદન ના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષો નેતા વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, સેવાદળના જીતુભાઈ ઠાકર, સંજયભાઈ અજુડીયા, ગોપાલ અનળકટ, ગજેન્દ્રસિંહ ઝાલા, મેઘજીભાઈ રાઠોડ, કોમલબેન ભારાઈ, યૂનુશભાઈ જુણેજા, દીપ્તિબેન સોલંકી, કનકસિંહ જાડેજા, અજીતભાઈ વાંક, પ્રભાતભાઈ ડાંગર, ઠાકરશીભાઈ ગજેરા, રમેશભાઈ જુંજા, હરેશભાઈ ભારાઇ, સુરેશભાઈ ગેરૈયા, નાગજીભાઈ વિરાણી, મનોજભાઈ ગઢવી, અહેસાનભાઈ ચૌહાણ, હીરાભાઈ ચાવડા, જેન્તીભાઈ હિરપરા, નરેશભાઈ પરમાર, બીપીનભાઈ રાઠોડ, અશોકભાઈ વાળા, પ્રફુલાબા ચૌહાણ, શાંતાબેન મકવાણા , મેરૂૂનબેન કુરેશી, વશરામભાઈ ચાંડપા, સલીમભાઈ કારિયાણી, અમિતભાઈ ઠાકર, જીગ્નેશભાઈ બોરડ, જલ્પેશભાઈ વાઘેલા, નવનીતભાઈ ચૌહાણ, અનવરભાઈ ઓડીયા સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

શહેર ભાજપ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

પ્રજાસતાક દિન નિમિતે શહેર ભાજપ ’કમલમ’ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીની અધ્યક્ષતામાં અને રાજકોટ વિધાનસભા-69ના ધારાસભ્ય દર્શિતાબેન શાહના વરદ હસ્તે શહેર ભાજપ ’કમલમ’ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ શહેર ભાજપ દ્વારા તીરંગાને આન,બાન અને શાનથી સલામી આપી રાષ્ટ્રગાન કરાયુ હતુ.આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સાંસદ પરશોતમભાઈ રૂૂપાલા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડો. ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મનીષ રાડીયા, લીલુબેન જાદવ, ડો.પ્રદિપ ડવ, વિક્રમ પુજારા, સહીતના શહેર અગ્રણીઓ, શહેર સંગઠનના હોદેદારો, શહેર મોરચાના હોદેદારો અને સેલના સંયોજક અને સહસંયોજકો, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના પ્રભારી, પ્રતિનીધી અને વોર્ડ પ્રમુખ અને મહામંત્રી સહિત વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.આ તકે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે જણાવેલ કે 26 જાન્યુઆરીએ દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે, આ દિવસ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતુ અને આ દિવસે ભારત સંપૂર્ણ લોકતંત્ર બન્યુ હતું.આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે કરેલ હતું. આ કાર્યક્રમની વ્યવસ્થાના ઈન્ચાર્જ શહેર ભાજપ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા અને શહેર ભાજપ મંત્રી વિજયભાઈ ટોળીયાએ સંભાળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા તેમજ સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે સાથે કાર્યાલયના પરીવારના ચેતન રાવલ, ભાવીન ધોળકીયા, અજયએ જહેમત ઉઠાવી હતી.

 

નાગરિક બેંકની તમામ શાખાઓમાં યોજાયું ધ્વજવંદન, ભારત માતાનું પૂજન

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. બહારગામ શાખામાં અને રાજકોટમાં હેડ ઓફિસ ખાતે ધ્વજ વંદન ભારત માતા પૂજન યોજાયું અતિથિ વિશેષ તરીકે પરાગજી અભ્યંકર અને અમૃતભાઈ ગઢીયાની વિશેષ ઉપસ્થિતિ.. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ અવસરે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની બહારગામની શાખાઓ અને રાજકોટમાં હેડ ઓફિસ ખાતે ધ્વજ વંદન અને ભારત માતા પૂજન યોજાયેલું હતું. રાજકોટમાં અતિથિ વિશેષ તરીકે પરાગજી અભ્યંકર (અખિલ ભારતીય સેવા પ્રમુખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અને અમૃતભાઈ ગઢીયા (પ્રમુખ – શાપર વેરાવળ ઇન્ડ. એસો.) ઉપસ્થિત રહ્યા હતા. બેંક પરિવારમાંથી દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેક્ટરગણમાંથી માધવભાઈ દવે, કલ્પેશભાઈ ગજ્જર, ભૌમિકભાઈ શાહ, વિક્રમસિંહ પરમાર, ડો. એન. જે. મેઘાણી, હસમુખભાઇ ચંદારાણા, નવીનભાઈ પટેલ, ચિરાગભાઈ રાજકોટિયા, વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર સીઇઓ), બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી શૈલેશભાઈ ઠાકર, હંસરાજભાઈ ગજેરા, દીપકભાઈ મકવાણા, વિનોદભાઇ લાઠીયા, વિજયભાઇ કોઠારી, ઉપરાંત શાખા વિકાસ સમિતિના સભ્યો, ડેલિગેટ્સ, આમંત્રિત મહેમાનો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન અને ભારત માતા પૂજન બાદ યોજાયેલ કાર્યક્રમમા ભારત માતા અને અરવિંદભાઇ મણિઆરની તસવીરને દીપ પ્રાગટ્ય કરાયેલ. અતિથિ વિશેષ પરાગજી અભ્યંકર અને અમૃતભાઈ ગઢીયાનું ખાદીનો રૂૂમાલ, પુસ્તક અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમા મહાનુભાવોએ મનનીય વક્તવ્ય આપેલું. આ અવસરે બેંકના મહિલા કર્મચારીઓએ પ્રસંગોચિત્ત મનોરમ્ય રંગોળી બનાવી હતી. કાર્યક્રમના અંતમાં વંદે માતરમનું ગાન થયું હતું.

ગણતંત્ર દિવસ નિમિત્તે 2262 ડાકધરોમાં ડાક ચોપાલ યોજાઈ

ડાક વિભાગે 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો. અમદાવાદના નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. આ અવસરે નડાક ચોપલથ મહોત્સવનું આયોજન કરીને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના તમામ 2,262 ડાકઘરોમાં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ડાક ચોપાલનું પણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે નડાક સેવા – જન સેવાથ સૂત્ર હેઠળ તમામ ટપાલ સેવાઓની માહિતી આપતી પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે, સહાયક નિર્દેશક રિતુલ ગાંધી, એમ. એમ. શેખ, સિનિયર એકાઉન્ટ અધિકારી પંકજ સ્નેહી, સિનિયર પોસ્ટમાસ્ટર પી. જે. સોલંકી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ચીફ મેનેજર કપિલ મંત્રી, સહાયક ડાક અધિક્ષક જીનેશ પટેલ, રવિન્દ્ર પરમાર, રમેશ પટેલ, રોનક શાહ, હાર્દિક રાઠોડ, હિતેશ પરીખ, વિશાલ ચૌહાણ, નિરીક્ષક ભાવિન પ્રજાપતિ, યોગેન્દ્ર રાઠોડ, પોસ્ટ ફોરમ ના મેમ્બર્સ મિસ કાન્તાબેન. ચાવડા, મિસ રેખાબેન અધવરિયું સહિત તમામ અધિકારીઓ-કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસ ઉજવ્યો.

રેલવે ડિવિઝનમાં 76મા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 76માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે રાજકોટના રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા શાનદાર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડિવિઝનલ રેલ્વે મેનેજરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી શ્રી અશ્વની કુમારે તમામ રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ગણતંત્ર દિનની શુભેચ્છા પાઠવી હતી અને વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર નો સંદેશ વાંચી સંભળાવ્યો હતો અને વર્ષ દરમિયાન રાજકોટ ડીવીઝનની અત્યાર સુધીની સિદ્ધિઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાયેલા દેશભક્તિના ગીતો અને નૃત્યોએ સૌના હૃદયમાં રાષ્ટ્રીય એકતાની લાગણી ભરી દીધી હતી. આરપીએફ ડોગ સ્કવોડથ દ્વારા કરવામાં આવેલ પ્રેઝન્ટેશન પણ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ શુભ અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટ ડિવિઝન ના પ્રમુખ શ્રીમતી રંજના કુમાર અને તેમની ટીમ, રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબે, ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહ અને રેલ્વેના વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવારો સાથે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *