જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પોલીસે ઘાસચારાની આડમાં થતી વિદેશી દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ખમીદાણા ગામની સીમમાં એક ખેતરમાંથી ₹2.52 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ જપ્ત કરાયો છે. આ દરોડા દરમિયાન પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનાના તાર રાજસ્થાન સુધી પહોંચ્યા છે.
પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ દારૂૂનો મોટો જથ્થો છૂટક વેચાણ માટે સંતાડી રહ્યો છે. દરોડા દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે વ્યવસાયે ડ્રાઇવર છે અને રાજસ્થાનના ઉદયપુરના બારવાળા ગામના સપ્લાયર પાસેથી બોલેરો પિકઅપ ગાડીમાં દારૂૂ લાવ્યો હતો. પોલીસે રાજસ્થાનના મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂૂ કરી છે.
ખેતરમાં ઘાસચારાના ઢગલા નીચેથી પ્રીમિયમ બ્રાન્ડની કુલ 377 બોટલો મળી આવી હતી. આ દારૂૂની કુલ કિંમત ₹2,52,146 આંકવામાં આવી છે. જપ્ત કરાયેલો આ દારૂૂનો જથ્થો ફક્ત રાજસ્થાનમાં વેચાણ માટે માન્ય હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
