ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર…

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09523 ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલના ફેરા 28 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. એ જ રીતે, ટ્રેન નંબર 09524 શકૂરબસ્તી-ઓખા સ્પેશિયલના ફેરા 29 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09523 ના લંબાવેલા ફેરા માટેનું બુકિંગ 25.06.2026 થી તમામ પીઆરએસ (PRS) કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઈટ પર શરૂૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચની વિગતો (રેક સંરચના) સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પરથી માહિતી મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *