વેરાવળ નજીક પલટેલી કારમાંથી 2.5 લાખનો દારૂ મળ્યો

વેરાવળમાં બાયપાસ રોડ ઉપર એક મોટર કાર પલટી મારી ગઈ હોવા અંગે સ્થળ પર પહોંચેલ પોલીસને અકસ્માતગ્રસ્ત મોટર કારમાંથી વિદેશી દારૂૂના અઢી લાખના જથ્થા સાથે…

વેરાવળમાં બાયપાસ રોડ ઉપર એક મોટર કાર પલટી મારી ગઈ હોવા અંગે સ્થળ પર પહોંચેલ પોલીસને અકસ્માતગ્રસ્ત મોટર કારમાંથી વિદેશી દારૂૂના અઢી લાખના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૂૂનો જથ્થો વેરાવળના કુખ્યાત બુટલેગર રેમ્બોએ મંગાવ્યો હોવાનું અને જુનાગઢના બુટલેગરએ મોકલેલ હોવાનું સામે આવ્યુ છે. આ કેસમાં પોલીસે સંગઠીત થઈને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ નવા બીએનએસના કાયદાની જોગવાઈ મુજબ ચાર બુટલેગરો સામે ગંભીર પ્રકારની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર ત્રણેય બુટલેગરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ નવી કાયદાની કલમ મુજબ જીલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળ બાયપાસ ઉપર એક મોટર કાર પલટી મારી ગઈ હોવાની માહિતીને લઈ ડીસ્ટાફના કુલદીપસિંહ, કૃષ્ણકુમારસિંહ, હિરેનભાઇ રામસીંગ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરતા અકસ્માતગ્રસ્ત કારમાંથી મોટો માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરીના અંતે વિદેશી દારૂૂની 1488 બોટલો કિં.રૂૂ.2,52,960 નો જથ્થા સાથે કાર, મોબાઈલ મળી કુલ રૂૂ.3.57 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કાર ચાલક રાજેશ ઉમેશ ગૌસ્વામીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં દારૂૂનો જથ્થો વેરાવળના કુખ્યાત બુટલેગર રોહીત ઉર્ફે રેમ્બો રમેશ બારીયાએ મંગાવેલ હોવાનું અને જુનાગઢના બુટલેગર રાજન સવદાસ કરગઠીયાએ મોકલેલ હોવાનું તથા મોટર કાર વેરાવળના સંદીપ ભીખુ વાજાની માલિકીનું હોવાનું જણાવ્યુ હતુ. આ અંગે ચારેય બુટલેગરો સામે બીએનએસની કલમ કલમ 111 (3) તથા પ્રોહીની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ત્રણેય બુટલેગરોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ગુનાના આરોપીઓ સંગઠીત થઈને લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. જેમાં પ્રોહિબિશન અને મારામારીના વેરાવળના કુખ્યાત બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો સામે સાત ગુનાઓ તથા જુનાગઢના રાજન કરગઠીયા વિરૂૂધ્ધ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. જેથી આ આરોપીઓ સંગઠીત થઈને ગુનાઓને અંજામ આપતા હોવાથી નવા કાયદા બીએનએસની કલમ 111 (3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગંભીર સજાની જોગવાઈ વાળી કલમ હેઠળ ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પીઆઈ એમ.વી.પટેલએ જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *