સમગ્રતયા આશરે રૂા.25 લાખની કિંમતના રસ્તાઓને ખુલ્લા કરાયા
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અનુસાર તેમજ નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સીધી દેખરેખ હેઠળ મોજે – ખેરાળી ગામથી ઓમનાથ મહાદેવ મંદિર ઉંબા તથા ખેરાળી થી ઊંબા ગામને જોડતાં સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની રજૂઆત અન્વયે ખેરાળી ગામના સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખેરાળી ગામથી ઓમનાથ મહાદેવ મંદિર રસ્તા પર તા.3 થી તા.4 ફેબ્રુઆરી એમ બે દિવસમાં મામલતદાર (વેરાવળ ગ્રામ્ય) ની ટીમ દ્વારા રેકર્ડ મુજબનો રસ્તો અંદાજિત 700 મીટર લંબાઈ તથા 13 થી 15 ફૂટ જુદી-જુદી જગ્યાએ પહોળાઈ ધરાવતા રસ્તા પર 02 જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ખેરાળી ગામથી ઉંબા ગામને જોડતો રસ્તો કે જેની લંબાઈ આશરે 1 કિ.મી. તથા તેની રેકર્ડ મુજબ અલગ-અલગ પહોળાઈ ધરાવતા રસ્તા પર તા. 05 ફેબ્રુઆરી થી ફેબ્રુઆરી એમ ત્રણ દિવસમાં 4 જેસીબી મશીન તેમજ તા.8 થી 9 ફેબ્રુઆરી એમ બે દિવસમાં 1 જેસીબી મશીન તેમજ તા. 10 થી 14 ફેબ્રુઆરી એમ ચાર દિવસમાં 4 જેસીબી મશીન દ્વારા રસ્તા પરના દબાણ હટાવી રસ્તો રેકર્ડ મુજબનો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ખેરાળી ગામના ખાતેદાર રાજાભાઈ ખેરની અરજી અન્વયે ખેરાલી ગામના સીમતળનો રસ્તો કે જેની લંબાઈ આશરે 100 થી 150 મીટર અને પહોળાઈ 14 ફૂટ થી લઇ 12 ફૂટ સુધીની છે તે રસ્તા પર તા. 13 ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરી એમ બે દિવસમાં 2 જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આમ, સમગ્રતયા આશરે રૂૂ. 25 લાખની કિંમતના રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યાં હતાં. આમ, ખાસ રજિસ્ટરે નોંધાયેલ ખેરાળી ગામના અલગ-અલગ 3 સીમતળના રસ્તા પરના દબાણો મામલતદાર (વેરાવળ ગ્રામ્ય)ની ટીમ દ્વારા રેકર્ડ મુજબના ખુલ્લા કરવામાં આવ્યાં હતાં.
