ભાયાવદરના કેરાળામાંથી 14.35 લાખનો દારૂ ઝડપાયો

  રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવુતિ ઉપર અંકુશ લગાવવા જીલ્લા પોલીસ વડાએ આપેલ આદેશને પગલે જીલ્લામાં દેશી અને વિદેશી દારૂૂ વેચતા તત્વો ઉપર પોલીસ…

 

રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવુતિ ઉપર અંકુશ લગાવવા જીલ્લા પોલીસ વડાએ આપેલ આદેશને પગલે જીલ્લામાં દેશી અને વિદેશી દારૂૂ વેચતા તત્વો ઉપર પોલીસ ધોસ બોલાવી રહી છે. ભાયાવદરના જુના કેરાળા ગામે ગ્રામ્ય એલસીબીની ટીમે દારૂૂના કટિંગ વખતે દરોડો પાડ્યો હતો આ દરોડામાં રાજકોટનો નામચીન બુટલેગર અને તેનો સાગ્રીત અને ટ્રક ચાલક ફરાર થઇ ગયા હતા. દરોડામાં એલસીબીએ 12 લાખનો દારૂૂ અને 2.23 લાખનો બીયર તેમજ ટ્રક સહીત કુલ રૂૂ. 17,87,300નો મુદામાલ કબજે કયો હતો.

મળતી વિગતો મુજબ ભાયાવદરના જુના કેરાળા ગામે દારૂૂની કટિંગ ચલાતું હોવાની બાતમીને આધારે ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ. 12,12,300ની કીમતનો 3700 બોટલ વિદેશી દારૂૂ તેમજ રૂૂ.2.23 લાખનો 2230 ટીન બીયરનો જથ્થા સાથે જીજે -12-બીટી-3883 નંબરનો ટ્રક તેમજ જીજે -03-એલપી-3962 સહીત રૂૂ. 17,87,300 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં રાજકોટના નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને આજી ડેમ ચોકડી પાસે રાજકોટ રહેતા હાર્દીકભાઇ અશોકભાઇ જોગરાજીયા સાથે ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.

જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ,એ.એસ.આઇ બાલક્રૃષ્ણભાઇ ત્રીવેદી, અનિલભાઇ બડદોકીયા, શક્તિસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી, દીવ્યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર તથા રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર,અબ્દુલભાઇ શેખે કામગીરી કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *