સુરેન્દ્રનગર જિલ્લામાં બે સ્થળેથી 1.37 કરોડનો દારૂ ઝડપાયો

મૂળીમાં રેતીની આડમાંથી 40 લાખના દારૂ સાથે આરોપીઓ પકડાયા વઢવાણ હાઇવે પરથી પશુ આહારની આડમાં લઇ જવાતો 97.74 લાખનો દારૂ પકડાયો સુરેન્દ્રનગર જીલ્લામાંથી વધુ 1.37…

મૂળીમાં રેતીની આડમાંથી 40 લાખના દારૂ સાથે આરોપીઓ પકડાયા

વઢવાણ હાઇવે પરથી પશુ આહારની આડમાં લઇ જવાતો 97.74 લાખનો દારૂ પકડાયો

સુરેન્દ્રનગર જીલ્લામાંથી વધુ 1.37 કરોડના વિદેશી દારૂ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પ્રથમ દેરડીમાં વઢવાણ હાઇવે પરથી પશુ આહારની આડમાં 97.74 લાખનો દારૂ ઝડપાયો છે. જયારે મુળીમાં રેતીની આડમાં 40 લાખનો દારૂ ઝડપાયો હતો. જેમાં એક સગીર આરોપી પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (ઈંઙજ) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને તેમની ટીમે જિલ્લામાં પસાર થતા હાઇવે અને સીમ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, વઢવાણના બલદાણા ગામના પાટિયા પાસે આવેલી ગેલોપ્સ હોટલ નજીક રાજકોટ હાઇવે પરથી એક આઇસર ગાડીને રોકવામાં આવી હતી. આ ગાડીમાં પશુ આહારની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂૂ. 87,44,640ની કિંમતનો દારૂૂ અને બિયર જપ્ત કર્યો હતો.

આ કાર્યવાહીમાં કુલ રૂૂ. 97,74,640નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં રૂૂ. 10,00,000ની આઇસર ગાડી, રૂૂ. 10,000નો મોબાઇલ ફોન અને રૂૂ. 20,000ની કિંમતના 200 પ્લાસ્ટિકના કટ્ટા (પશુ આહાર)નો સમાવેશ થાય છે. પોલીસે ગાડીના ચાલક અચલારામ આસુરામ સિયગ જાટ (રહે. આરવા ગામ, તા. ચીતલવાના, જિ. જાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.

આ ગુનામાં દારૂૂ મોકલનાર બાબજી (રહે. ચોહટન, રાજસ્થાન), દારૂૂ ભરેલી ગાડી આપનાર અજાણ્યો માણસ, ટ્રક રજી.નં. GJ-15-AV-7102નો માલિક અને દારૂૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા માણસ સહિત અન્ય આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ વિરુદ્ધ વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ કોલા, પો.કોન્સ. કુણાલસિંહ ઝાલા, પો.કોન્સ. ભરતભાઇ સભાડ, પો.કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા અને પો.કોન્સ. મેહુલભાઇ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

બીજા બનાવમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા ધ્રાંગધ્રા ચોકડી પાસે પોલીસે રેતીની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂૂની કિંમત રૂૂ. 40.47 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે એક ડમ્પર અને એક સ્વિફ્ટ કાર સહિત કુલ રૂૂ. 61.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂૂની હેરાફેરી કરતા કેટલાક આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

ઝડપાયેલા મુદ્દામાલમાં 10,068 નાની-મોટી બોટલ વિદેશી દારૂૂનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂૂ. 40,47,600 છે. આ ઉપરાંત, રૂૂ. 15 લાખનું ડમ્પર, રૂૂ. 5 લાખની સ્વિફ્ટ કાર, રૂૂ. 35,000ના 6 મોબાઇલ ફોન અને રૂૂ. 50,000 રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ ગુનામાં સંડોવાયેલા જીજ્ઞેશગીરી ભરતગીરી ગોસ્વામી, ગણપતપરી કાલપરી ગોસ્વામી, દિનેશગીરી રૂૂપગીરી ગોસ્વામી, એક કિશોર, કાળા કલરની સ્વિફ્ટ ગાડીનો માલિક, ટાટા કંપનીના ડમ્પરનો માલિક, દારૂૂનો જથ્થો મોકલનાર ભરતગીરી જીવગીરી ગોસ્વામી અને મંગાવનાર બળવંતસિંહ જીલુભા ઝાલા સહિતના આરોપીઓ સામે મુળી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા અને સ્ટાફના અન્ય સભ્યો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *