ડુંગળીમાં છુપાવી ગોંડલ આવતો રૂા. 1.04 કરોડનો દારૂ ઝડપાયો

દેવભૂમિ દ્વારકાના ટ્રક ડ્રાઈવરની ધરપકડ, ભાણવડના બૂટલેગરનું નામ ખુલ્યું: બગોદરા નજીક અમદાવાદ ગ્રામ્ય એલસીબી ત્રાટકી વાપીથી ડુંગળીની આડમાં લઈ ગોંડલ તરફ આવતો રૂૂ.1.04 કરોડ રૂૂપિયાનો…

દેવભૂમિ દ્વારકાના ટ્રક ડ્રાઈવરની ધરપકડ, ભાણવડના બૂટલેગરનું નામ ખુલ્યું: બગોદરા નજીક અમદાવાદ ગ્રામ્ય એલસીબી ત્રાટકી

વાપીથી ડુંગળીની આડમાં લઈ ગોંડલ તરફ આવતો રૂૂ.1.04 કરોડ રૂૂપિયાનો 700 પેટી દારૂૂ ભરેલ ટ્રકને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ ડ્રાઈવરની ધરપકડ કરી રૂૂ. 1.24 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ દારૂૂ ભાણવડના ભરત હુણે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.

મળતી વિગતો મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે બગોદરા તરફ આવી રહેલા રાજકોટ પાસીંગના જીજે 03 એડબ્લ્યુ 8407 એક ટ્રકને રોકવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા, તેમાં ડુંગળીના ઢગલાની પાછળ ખૂબ જ ચાલાકી પૂર્વક સંતાડેલો દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 700 પેટીઓ એટલે કે 17,940 બોટલ દારૂૂ જપ્ત કર્યો હતો. આ દારૂૂની કિંમત રૂૂ.1,04,72,640 આંકવામાં આવી છે. દારૂૂ ઉપરાંત પોલીસે ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ સહીત કુલ રૂૂ.1,24,85,860નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવદા ગ્રામ્ય એલસીબીએ દારૂૂના જથ્થા સાથે ટ્રક ચાલક દેવભૂમિ દ્વારકાના મનસુખ ખીમા કોડિયાતર ની ધરપકડ કરી લીધી છે. તેની પુછપરછમાં જાણવા મળ્યું કે, દારૂૂની હેરાફેરીના મુખ્ય સૂત્રધાર ગણાતા ભાણવડના ભરત ડાયાભાઈ હૂણ નામના બુટલેગરે આ દારૂૂનો જથ્થો મંગાવ્યો હતો. દારૂૂનો આ જંગી જથ્થો વાપીથી ગોંડલ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.

રાજકોટ પાર્સિંગનો આ ટ્રક લઈને ડ્રાયવર કે જે દેવભૂમિ દ્વારકાનો મનસુખ કોડિયાતર હોય તે માલ લઈને વાપી ગયો હતો. જ્યાંથી આ ટ્રક પરત ખાલી આવાનો હોય ત્યારે મનસુખને ભાણવડના ભરત ડાયા હુણે ફોન કરી દમણ પાસેથી દારૂનો જથ્થો ભરી લાવવાની વાત કરી હતી. જેથી મનસુખ પોતાના ટ્રકમાં 700 બોટલ દારૂ ડુંગરીની આડમાં ભરીને લાવ્યો હતો. અને આ દારૂનો જથ્થો વાપીથી ગોંડલ સુધી લાવવામાં આવનાર હતો. ગોંડલ હાઈવે પરપહોંચીને ભરતે મનસુખને ફોન કરવા જણાવ્યું હતું. જેથી ફોન કર્યા બાદ આ દારૂનો જથ્થો ક્યા રસ્તેથી લાવવો અને ક્યાં ઉતારવાનો હોય તે માહિતી આપવાનો હતો.

વાપીથી નિકળેલા મનસુખના સાથે બુટલેગર ભરત હુણ સતત સંપર્કમાં હતો. અને દારૂનુંકટીંગ ગોંડલ આસપાસ અથવા તો ભાણવડ પાસે કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ તે પૂર્વે જ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને બાતમી મળતા વાપીથી ગોંડલ તરફ જવા નિકળેલા આ ટ્રકને બગોદરા પાસે આંતર્યો હતો અને તેમાં તપાસ કરતા ડુંગરીના જથ્થાની આડમાં છુપાવેલો એક કરોડની કિંમતનો 17,940 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે મનસુખની ધરપકડ કરી ભરત હુણ અને દારૂ સપ્લાય કરનાર સપ્લાયર સામે ગુનો નોંધી બન્નેના નામ ખોલી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *