જામનગરના કુંભારવાડામાં ઓરડીમાંથી અડધા લાખનો દારૂ જપ્ત: આરોપી ફરાર

સોપારી કટિંગ કામની ઓરડીમાં દારૂનું વેચાણ થતું હતું: આરોપીની શોધખોળ જામનગર નાં નવા કુંભાર વાડા વિસ્તાર ની એક ઓરડી ઉપર પોલીસે પૂર્વ બાતમી નાં આધારે…

સોપારી કટિંગ કામની ઓરડીમાં દારૂનું વેચાણ થતું હતું: આરોપીની શોધખોળ

જામનગર નાં નવા કુંભાર વાડા વિસ્તાર ની એક ઓરડી ઉપર પોલીસે પૂર્વ બાતમી નાં આધારે દરોડો પાડી ને 101 નંગ ઈંગ્લીશ દારૂૂ ની બોટલ નો જથ્થો ઝડપી લીધો હતો. જો કે દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

ગઇકાલે સીટી એ. ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એન.એ. ચાવડા ની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સપેટકર એમ.એન.રાઠોડ સાથે સર્વેલન્સ સ્કોડ સ્ટાફ પેટ્રોલીંગ માં હતો. તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડ નાં સ્ટાફ ને ચોકકસ બાતમી મળેલ કે, ભોયવાડા ની અંદર નવા કુંભારવાડા માં રહેતો અને સોપારી નું કામ કરતો મયુર ઉર્ફ લકકી નરોતમભાઇ મંડલી પોતાના કબ્જા ભોગવટા ની અને સોપારી કટીંગ કામ ની ઓરડી માં ભારતીય બનાવટની વિદેશી દારૂૂની બોટલો રાખી તેનું વેચાણ કરે છે. તેથી પોલીસે દરોડો પાડયો હતો.

આ સમયે આરોપી મયુર ઉર્ફ લકકી નરોતમભાઇ મંડલી હાજર મળી આવ્યો ન હતો.પરંતુ તેની ઓરડી માંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂૂ ની અલગ અલગ બ્રાન્ડ ની 101 નંગ બોટલ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂૂ . 52,500 ની કીમત નો દારૂૂ કબજે લીધો હતો. અને આરોપી મયુર ઉર્ફ લકકી નરોતમભાઇ મંડલી ને ફરારી જાહેર કરી તેની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *