ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા હરાજી વિવાદમાં જિગિશા પટેલની એન્ટ્રી, સોમવારથી લડત

ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસ થી મરચાની વિપુલ આવક વચ્ચે ગુરુવારે ખેડૂતોએ શણીયા બારદાનનાં પાંચસો ગ્રામ કપાતનાં મુદ્દે હોબાળો મચાવી મરચાની હરરાજી અટકાવી હતી.…

ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસ થી મરચાની વિપુલ આવક વચ્ચે ગુરુવારે ખેડૂતોએ શણીયા બારદાનનાં પાંચસો ગ્રામ કપાતનાં મુદ્દે હોબાળો મચાવી મરચાની હરરાજી અટકાવી હતી. જેને પગલે યાર્ડનાં સતાધીશો દ્વારા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મધ્યસ્થી બની મામલો સુલટાવા પ્રયત્નો હાથ ધરાયા હતા.પરંતુ સફળતા મળી ના હતી.

ગઇકાલે સાંજે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે મળેલી બેઠકમાં યાર્ડનાં વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા,ડીરેકટર પ્રફુલભાઈ ટોળીયાએ પ્રશ્ર્નનાં ઉકેલ માટે ચર્ચા હાથ ધરી હતી.પરંતુ બારદાન કપાત મુદ્દે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કોઇ પરીણામ આવ્યું ના હતું.અને ખેડૂતોએ શુક્રવારે પણ મરચાની હરરાજી નહી કરવાની જાહેરાત કરી હતી.

દરમિયાન આજે સવારે મરચાની હરરાજી બંધની વાતો વચ્ચે ખેડૂતોએ હરરાજી માં ભાગ લીધો હતો.ખેડૂતોએ કહ્યુ કે વરસાદની આગાહી હોય આજે મરચા બગડે નહી એટલે યાર્ડમાં લઇ અપાયેલા મરચાની હરરાજી કરી છે. શની રવી યાર્ડમાં રજા હોય સોમવારથી કપાત મુદે ફરી લડત અપાશે. દરમિયાન શણીયાની કપાત મુદે ખેડૂતો અને વેપારીઓ વચ્ચેનાં વિવાદ વચ્ચે હવે આપનાં જીગીશા પટેલે એન્ટ્રી કરી છે.

જીગીશા પટેલે ખેડૂતો વચ્ચે જઈ પાંચસો ગ્રામની કપાતથી ખેડૂતોને અન્યાય થઇ રહ્યાનું જણાવી યાર્ડનાં સતાધીશો દ્વારા બે દિવસમાં આ પ્રશ્ર્નનો ઉકેલ લાવે અન્યથા સોમવારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને એકઠા કરી વિરોધ પ્રદર્શિત કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આમ ખેડૂતો અને વેપારીઓનો વિવાદ રાજકીય રંગ પકડે તો નવાઇ નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *