શક્તિ સોસાયટીમાં 29 લાખના મોંઘા દારૂ સાથે બૂટલેગરની ધરપકડ
આણંદપરમાં વાડીમાં છૂપાવી રાખેલ 21 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટમાં પોલીસે બે અલગ અલગ દરોડામાં અડધા કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો આ બે દરોડામાં રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે રાજકોટના સામાકાંઠે દરોડો પાડી મોંધી સ્કોચની રૂૂ.29 લાખની 936 બોટલ વિદેશી દારૂૂ પકડી પાડ્યો હતો. શક્તિ સોસાયટીના મકાનમાં છુપાવેલી પ્રીમિયમ બ્રાન્ડની 936 બોટલો જપ્ત કરી ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી હતી દરોડામાં બે શખ્સો ફરાર જાહેર કરવામાં આવ્યા છે. જયારે બીજા દરોડામાં રાજકોટ નજીકનાં આણંદપર (બાઘી) ગામે આવેલી વાડીમાં ખાડો ખોદી છુપાવવામાં આવેલ રૂૂા.21.60 લાખનો અંગ્રેજી દારૂૂ કુવાડવા રોડ પોલીસે કબજે કરી આ દારૂૂનો જથ્થો ઉતારનાર મોન્ટુ નામના શખ્સની શોધખોળ શરૂૂ કરી છે. રાજકોટ શહેરમાં દારૂૂબંધીના કડક અમલ માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બંગરવાની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંત કબીર રોડ પર આવેલી શક્તિ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીની શેરી નંબર 4 માં એક મકાનમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડ્યો હતો.
મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની કુલ 936 બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે રૂૂ. 29,05,920/- જેટલી થાય છે.ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પરથી રામનાથપરા પોલીસ લાઇન પાસે ભાડાના મકાનમાં રહેતા રાહુલ જગદીશભાઇ પરમાર (ઉં.વ. 28) નામના શખ્સને ઝડપી પાડ્યો છે. સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી રાહુલનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં અગાઉ એ-ડિવિઝન, બી-ડિવિઝન અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મારામારી તથા જાહેરનામા ભંગના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ દરોડા દરમિયાન અન્ય બે આરોપીઓ, યશ ઉર્ફે કાનો કલ્પેશભાઇ ઠાકર અને કરણ પટેલના નામ ખુલ્યા છે જેની ક્રાઈમ બ્રાન્ચે શોધખોળ શરૂૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં અનેક મોંઘી અને પ્રીમિયમ બ્રાન્ડની દારૂૂની બોટલોનો સમાવેશ થાય છે. જેમાં જોની વોકર રેડ લેબલની 204 બોટલ (કિંમત રૂૂ. 5.30 લાખ), બેલેન્ટાઈન સ્કોચની 180 બોટલ (કિંમત રૂૂ. 5.56 લાખ), જેમસન વ્હિસ્કીની 60 બોટલ, અને એબ્સોલ્યુટ વોડકાની 72 બોટલો જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ મળી આવી છે.
આ ઉપરાંત દેવાર સ્કોચ, બ્લેક એન્ડ વ્હાઈટ, અને વ્હિસલર બ્લેન્ડેડ માલ્ટ જેવી બ્રાન્ડ્સનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.પી. ઝાલા તથા તેમની ટીમ, જેમાં એ.એસ.આઇ. સમીરભાઇ શેખ, હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ ડાંગર, ગિરિરાજસિંહ જાડેજા, અને કોન્સ્ટેબલ મનીષભાઇ ચાવડા, જીલુભાઇ મેરામભાઇ ગરચર, અશ્વીનભાઇ પંપાણીયા, ધર્મરાજસિંહ રાણા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
રાજકોટ નજીકનાં આણંદપર (બાઘી) ગામે આવેલી વાડીમાં ખાડો ખોદી છુપાવવામાં આવેલ રૂૂા.21.60 લાખનો અંગ્રેજી દારૂૂ કુવાડવા રોડ પોલીસે કબજે કરી આ દારૂૂનો જથ્થો ઉતારનાર મોન્ટુ નામના શખ્સની શોધખોળ શરૂૂ કરી છે. કુવાડવા રોડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે આણંદપર (બાંધી) ગામના તળાવ પાસે આવેલી બીપીનચંદ્ર રાઠોડના કબજા ભોગવટાની વાડીમાં દરોડો પાડયો હતો. તે વખતે વાડીનાં ખુણામાં એક ખાડો જોવા મળ્યો હતો. જેની ઉપર તાળપત્રી ઢાંકી દેવામાં આવી હતી.તાળપત્રી હટાવી જોતા ખાખી કલરનાં પુઠ્ઠાનાં બોક્સ મળી આવ્યા હતા. કુલ 180 બોક્સમાંથી અંગ્રેજી દારૂૂની 360 પેટી (4320 બોટલ) મળી આવી હતી. જાણ થતાં જ ગ્રામજનોના ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા વાડી વાવનાર મોન્ટુ નામના શખ્સે આ દારૂૂનો જથ્થો ઉતાર્યાનું બહાર આવતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ શરૂૂ કરી છે.
કુવાડવા પોલીસ મથકના પી.આઈ બી.પી.રજયા, પીએસઆઈ આર.કે. સામુદ્રે, એ.એસ.આઇ. કે.વી.જાડેજા, પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા યુવરાજ સિંહ જાડેજા તથા કુશલભાઇ જોશી, જયપાલભાઇ બરાળીયા, જયદીપભાઇ ધોળકીયા, મેહુલસિંહ ચુડાસમા તથા અરવિંદ સિંહ ગોહિલ તથા યશપાલસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
