ધ્રોલ તાલુકાના સોયલમાં પ્રેમસંબંધની પિતાને જાણ થતા પુત્રીનો આપઘાત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. ત્યાં રહેતી ભરવાડ પરિવારની એક યુવતીએ પોતાના પ્રેમ સંબંધની પિતાને જાણ થઈ જતાં તેણીએ…

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. ત્યાં રહેતી ભરવાડ પરિવારની એક યુવતીએ પોતાના પ્રેમ સંબંધની પિતાને જાણ થઈ જતાં તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતાના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. જે દરમિયાન અચાનક પિતા આવી જતાં પોતાનો પ્રેમી ભાગ્યો હતો, જેનો પિતાએ પીછો કર્યો હતો. દરમિયાન પાછળથી પુત્રીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે બનાવને લઈને ભારે ચર્ચા જાગી છે. જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સોયલ ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો. જ્યાં રહેતા સિંધાભાઈ હરજીભાઈ ઝાપડા (ઉં.વ. 49)ગઈકાલે પોતાના ઘેર આવ્યા, ત્યારે તેમની પુત્રી હેતલબેન (ઉંમર 20 વર્ષ) ઘરમાં હાજર હતી. તે સમયે હેતલબેને પોતાના ઓળખીતાને (પ્રેમી)ને ઘરે બોલાવ્યો હતો.

દરમિયાન પિતા અચાનક ઘરે આવી જતાં તે યુવક ત્યાંથી ભાગી ગયો, અને પિતા તેની પાછળ ગયા હતા. જે દરમિયાન હેતલબેનને લાગ્યું કે તેમના પ્રેમ સંબંધ અંગે તેમના પિતાને જાણ થઈ ગઈ છે. આ વાતને કારણે માનસિક તણાવમાં આવી હેતલબેને પોતાના રૂૂમમાં પંખા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ દ્વારા અકસ્માત મોત તરીકે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *