જામનગર જિલ્લામાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરી વિદેશી દારૂૂની હેરાફેરી કરતા તત્વો સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન ધ્રોલ પોલીસે સોયલ ટોલનાકા પાસેથી વિદેશી દારૂૂ ભરેલી ટ્રક ઝડપી પાડી રૂૂ. 82,05,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકમાંથી વિદેશી દારૂૂની નાની બોટલોની 1,500 પેટીઓ, કુલ 72 હજાર બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકચાલકને ઝડપી લીધો છે, જ્યારે દારૂૂનો જથ્થો મંગાવનાર બે શખ્સો અને મોકલનાર એક શખ્સ સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને જામનગર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મિત રૂૂદલાલના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન રાજકોટ તરફથી એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂૂ ભરી જામનગર તરફ લઈ જવાતો હોવાની સંયુક્ત બાતમી મળતાં પોલીસ દ્વારા સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
બાતમીના આધારે શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂૂની નાની બોટલો ભરેલી કુલ 1,500 પેટીઓ મળી આવી હતી. પેટીઓમાં કુલ 72,000 બોટલ વિદેશી દારૂૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂૂ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂૂ. 82,05,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કબજે કરાયેલા મુદ્દામાલમાં વિદેશી દારૂૂની 72,000 બોટલ, કિંમત રૂૂ. 72 લાખ, ટાટા કંપનીનો ટ્રક નંબર જીજે-25-યુ-8811, કિંમત રૂૂ. 10 લાખ, એક મોબાઈલ ફોન, કિંમત રૂૂ. 5,000, તેમજ બે તાલપત્રી અને દોરડું, કિંમત રૂૂ. 500નો સમાવેશ થાય છે. પોલીસે ભગીરથ ઉર્ફે ભગો નાથાભાઈ કટારા (ઉંમર 23, ધંધો ડ્રાઈવિંગ, રહે. બાવળવાવ ગામ, તા. જિ. પોરબંદર)ને ઝડપી લીધો છે.
જ્યારે દારૂૂનો જથ્થો મંગાવનાર આલાભાઈ ખીમાભાઈ કોડીયાતર અને પોપટ આલાભાઈ કોડીયાતર, બંને રહે. રાણપર, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા, તેમજ દારૂૂનો જથ્થો મોકલનાર રાજુભાઈ મારવાડી, રહે. ભીલવાડા, રાજસ્થાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કામગીરી ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચરના નેતૃત્વમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કે. મકવાણા, કલ્પેશભાઈ ડી. કામરીયા, હરદેવસિંહ જે. જાડેજા, લાખાભાઈ એલ. સોઢીયા, વિરભદ્રસિંહ એમ. જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ ચંદુભા જાડેજા, નાગજીભાઈ પુંજાભાઈ ગમારા અને ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજાએ પાર પાડી હતી. હાલ ઝડપાયેલા આરોપીની પૂછપરછ તથા વોન્ટેડ શખ્સોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
