જામજોધપુરના ધોરીયા નેસમાં 23.40 લાખનો દારૂ ઝડપાયો

જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂના જંગી જથ્થા સાથે કુલ રૂૂ.44.40 લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કરી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી…

જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂના જંગી જથ્થા સાથે કુલ રૂૂ.44.40 લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કરી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી કાઢ્યો છે. દરોડા દરમિયાન દારૂૂનો જથ્થો ઉતારી કટીંગ કરી અન્ય સ્થળે વેચાણ માટે સગેવગે કરવાની તૈયારી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા આઈપીએસના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એએસઆઈ સુરેશભાઈ આર. પરમાર તેમજ અન્ય સ્ટાફને સંયુક્ત બાતમી મળી હતી કે ધોરીયા નેસ ખાતે રહેતા નાથાભાઈ લાલાભાઈ મોરી, રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી તથા તેમના મળતીયાઓએ વિદેશી દારૂૂ ભરેલો ટ્રક મંગાવ્યો છે અને ટ્રકમાંથી દારૂૂ ઉતારી કટીંગ કરી અન્યત્ર વેચાણ માટે મોકલવાની તૈયારી કરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા સરકારી તથા ખાનગી વાહનોની લાઈટ જોઈ હાજર શખ્સો નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂના ચપટા બોટલો નંગ-15,600, કિંમત રૂૂ.23,40,000, ટાટા કંપનીનો ટ્રક કિંમત રૂૂ.20,00,000, તેમજ ત્રણ મોટરસાયકલ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ.44,40,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ બાબુભાઈ ગાગીયાએ ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.એન. શેખે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્ય સૂત્રધાર નાથાભાઈ લાલાભાઈ મોરી તથા રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી, બંને રહે. ધોરીયા નેસ, તા. જામજોધપુર, તેમજ ટ્રકના ચાલક, ત્રણેય મોટરસાયકલના ચાલકોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *