ઘોઘાની કુડા ચોકડી, રો રો ફેરી સર્વિસ ચેક પોસ્ટ પરથી ઘોઘા પોલીસે વિદેશી દારૂૂ,બિયર સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી રૂૂ.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઘોઘા પોલીસ સ્ટાફ ઘોઘાની કુડા ચોકડી,રો રો ફેરી સર્વિસ ચેક પોસ્ટ પર રો રો ફેરી સર્વિસના વાહનોનું ચેકિંગ કરતા હતા તે દરમિયાન એક ટ્રકના કેબીનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 14 બોટલ અને બિયરના 12 ટીન, કિં.રૂૂ.3500/- મળી આવ્યા હતા.
ઘોઘા પોલીસે વિદેશી દારૂૂ, બીયર તેમજ ટ્રક મળી કુલ રૂૂ. 10,03,500/- ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક યાસીન સુભાનભાઈ કુરેશી ( રહે. વિકટર નેસડા, તા. રાજુલા ) ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.