જામનગરના આસામી સામે ઠગાઈ કરનાર પૂનાના બ્રોકરને જેલની સજા

ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની કેદ ફટકારાઈ જામનગર ના આસામી ને આપવા આવેલ રૂૂપિયા 18 લાખ નો ચેક પરત ફરવા નાં કેસમાં મહારાષ્ટ્ર નાં…

ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની કેદ ફટકારાઈ

જામનગર ના આસામી ને આપવા આવેલ રૂૂપિયા 18 લાખ નો ચેક પરત ફરવા નાં કેસમાં મહારાષ્ટ્ર નાં પ્રોપર્ટી બ્રોકર ને અદાલતે એક વર્ષ ની સજા હુકમ કર્યો છે.
જામનગર એરફોર્સ માં નોકરી કરતા રાજેશકુમાર ઠાકર પ્રસાદ ગુપ્તા કે જેઓ પુના પોસ્ટીંગ પર હતા ત્યારે ત્યાના પ્રોપર્ટી બ્રોકર સમીર સતપાલસિંહ ચારક (રે. ખરેડી, પુના મહારાષ્ટ્ર ) વાળા પાસે થી પુના જીલ્લા ના હવેલી તાલુકા ના વાગોલી ગામે 1500 ચોરસ ફુટ નો પ્લોટ ખરીદેલ હતો જે પ્લોટ આરોપી સમીર ચારક દ્વારા ટાઈટલ કલીયર નહી થતા અને ફરયાદી રાજેશકુમાર ગુપ્તા ની જામનગર ટ્રાન્સફર થતા આ પ્લોટનો સોદો કેન્સલ થયો હતો. જેની અવેજની રકમ અઢાર લાખ પરત આપવા માટે સમીર ચારકે ચેક આપ્યો હતો. જે ચેક આરોપી સમીર ચારક ના બેંક ખાતામાં પુરતી બેલેન્સ નહી હોવા નાં કારણસર પરત ફર્યો હતો. જેથી રાજેશ કુમાર ગુપ્તા એ જામનગર મા ચીફ.જયુડી.મેજી.ની કોર્ટમા ફરીયાદ દાખલ કરી હતી.

જે 7 માં એડી.ચીફ.જયુડી.મેજી. આર.બી. ગોસાઈ ની કોર્ટમા ચાલી જતા આરોપી સમીર સતપાલસિંઘ ચારક ને એક વર્ષ ની સજા કરી ચેક ની રકમ રૂૂ. અઢાર લાખ નો દંડ કરી ચેકની રકમ ફરયાદીને વળતર સ્વરૂૂપે ચુકવી આપવા હુકમ કરેલ છે. ફરયાદી તરફે વકીલ તરીકે અશોક એસ.ગાંધી રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *