પ્યાસીઓને બાઇટિંગ-મિનરલ વોટરની પણ સુવિધા, કેશબારી ઉપર પહેલા પૈસા જમા કરાવો પછી પોટલી મળે !
ગુજરાતમા દમ વગરની દારૂબંધી જોવા મળી રહી છે. દારૂબંધીનો માત્ર કાગળ પર જ અમલ થઇ રહયો છે અને આ દારૂબંધી વચ્ચે ગુજરાતમા વર્ષે કરોડોનો દારુ ઠલવાઇ છે અને પીવાઇ પણ છે. કહેવાતા ડ્રાય સ્ટેટ ગુજરાતમા દારૂબંધી ઉ5ર રાજકારણ પણ થતુ રહે છે અને કેટલાક પક્ષો દ્વારા દારૂબંધી હટાવવા માંગ કરી છે. તો વળી કેટલાક રાજકારણીઓ ગુજરાતમા દારૂ પર પ્રતિબંધ હોવો જ જોઇએ ની તરફેણ કરી રહયા છે.
દારૂબંધી વચ્ચે રાજકોટ શહેરમા આવેલા માલવીયા નગર પોલીસ મથકનાં 100 મીટર જેટલા વિસ્તારમા આવેલા એક મકાનમા બુટલેગરે આખુ દારૂ બાર ખોલી નાખ્યુ છે અને ત્યા બાઇટીંગ, મિનરલ વોટરની સુવીધાઓ પણ આપવામા આવી રહી છે. તેમજ આ દારૂ બારમા સૌ પ્રથમ પૈસા જમા કરાવ્યા બાદ દારૂની પોટલી આપવામા આવે છે વાયરલ થયેલા વીડીયોમા એક મકાનમા પ0 જેટલા લોકો દારૂ પીતા જોવા મળી રહયા છે અને અમુક કેસ બારી પર વેઇટીંગમા દારૂની પોટલી ખરીદવા માટે ઉભા રહેલા જોવા મળે છે. આ ઘટનાનો વીડીયો સોશ્યલ મીડીયામા વાઇરલ થતા ખળભળાટ મચી ગયો છે તેમજ પોલીસ તંત્રમા પણ દોડધામ થઇ ગઇ હતી. આ વીડીયો પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને ધ્યાનમા આવતા તેમણે તુરંત સ્થાનીક પોલીસને આ દારૂ બાર ચલાવતા સંચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી.