જેતપુર પાસે ગ્રામ્ય એલસીબીએ બાતમીનાં આધારે દરોડો પાડી દર્દી અને મૃતદેહનાં ઉપયોગ માટે સેવા આપતી એમ્બ્યુલન્સમાથી દારૂ – બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો. ગ્રામ્ય એલસીબીએ 412 દારૂનાં ચપલા તથા 210 બીયરનાં ટીન મળી રૂ. 1.24 લાખનો દારૂ – બીયર સહીત 4.44 લાખનો મુદામાલ કબજે કરી ભાવનગર અને જેતપુરનાં બે શખ્સોને ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ જેતપુર પંથકમા એક એમ્બ્યુલન્સમા વીદેશી દારૂની હેરફેર થતી હોવાની ચોકકસ બાતમી એલસીબીને મળતા પીઆઇ વી. વી. ઓડેદરા અને તેમની ટીમે વોચ ગોઠવી ભાવનગર તરફથી આવતી એમ્બ્યુલન્સ નં જીજે 10 ડબલ્યુ 7002 ને અટકાવી હતી આ એમ્બ્યુલન્સમા તપાસ કરતા મૃતદેહ અને દર્દીને જે જગ્યાએ સ્ટ્રેચર પર રાખવામા આવે છે તેની નીચે ચોરખાનુ બનાવી છુપાવેલો દારૂ – બીયરનો જથ્થો મળી આવ્યો હતો . રૂ. 82400 ની કિંમતનાં 412 દારૂનાં ચપલા અને રૂ. 4200 ની કિંમતનાં 210 ટીન બીયર અને એમ્બ્યુલન્સ મળી રૂ. 4.44 લાખનાં મુદામાલ સાથે ભાવનગરનાં ઘોઘા સર્કલ પાસે રહેતા અજય મનસુખ કટારીયા અને જેતપુરનાં સુનીલ પરસોતમ ધાંધાની ધરપકડ કરી હતી.
આ બંને શખસો એમ્બ્યુલન્સમા ચોરખાનુ બનાવી દારૂની હેરફેર માટે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરતા હતા આ દારૂનો જથ્થો ભાવનગરથી લાવ્યા હોવાનુ તપાસમા ખુલ્યુ છે .ઇન્ચાર્જ જીલ્લા પોલીસ વડા સીમરન ભારદ્વાજની સુચનાથી એલસીબીનાં પીઆઇ વી. વી. ઓડેદરા સાથે પીએસઆઇ એચ. સી. ગોહીલ તેમજ અનીલ ભાઇ બડકોદીયા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, નીલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર, મીરલાઇ ચંદ્રાવાડીયા સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.
