ધારીના માણાવાવમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધો

અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહણે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને…

અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહણે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગે માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા માટે 3 અલગ-અલગ ટીમો બનાવી ઓપરેશન શરૂૂ કર્યું હતું.ગણતરીની કલાકમાં વનવિભાગની ટીમને સૌથી મોટી સફળતા મળી હતી. ગણતરીના કલાકમાં વનવિભાગની ટીમે સિંહણને પાંજરે પૂરી દીધો હતો.

RFO મિનેષ પટેલની ટીમ દ્વારા સિંહણને પાંજરે પૂરી દેવાઈ હતી.માણાવાવ ગામમાં આવેલી અનક લખુ વાળાની વાડીમાં મૂળ મધ્યપ્રદેશનો ખેતમજૂર પરિવાર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન ખેતરમાં હાજર 5 વર્ષના બાળક ધવલ ઈશ્વરભાઈ કટારા પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો. સિંહણે બાળકને મોઢામાં દબાવીને દૂર સુધી ઢસડી ગયો હતો. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા અને પાછળ દોડતા સિંહણે બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો.

ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને સ્થાનિક આગેવાનો મદદ માટે દોડી ગયા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે તાત્કાલિક અસરથી પગલાં લેવા સૂચના આપી હતી. વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન, પાંજરા ગોઠવા સહિતના પગલાં લેવાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *