જામનગર વકીલ મંડળના 2025ના હોદ્દેદારોની આજે વકીલ મંડળના મીટીંગ રૂૂમ ખાતે ચુંટણી યોજાઈ છે. જેમાં આજે મતદાન બાદ મતગણતરીનો આરંભ થશે. આજે રાત્રે જ પરિણામ જાહેર કરવામાં આવશે. વકીલ મંડળની ચુંટણીમાં પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી એમ ત્રણ પદો બીનહરિફ થયા છે.
બાદ તા.16ના રોજ ઉમેદવારી પાછી ખેંચવાની મુદ્દત પુરી થતા સુધીમાં કારોબારી સમિતિના એક ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતા 7ની સમિતિ માટે 9 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. તેથી આજે તા. 20મીએ જામનગરની ડિસ્ટ્રીકટ કોર્ટના બાર રૂૂમ ખાતે સવારે 9:30થી સાંજે 4:30 દરમિયાન યોજાયેલી વકીલ મંડળની ચુંટણીમાં ઉપપ્રમુખ પદ માટે જયેન્દ્રસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા, સહમંત્રી પદ માટે ગણાત્રા પરેશ અને દિપકભાઈ ગચ્છર, લાયબ્રેરી સેક્રેટરી પદ માટે જયદેવસિંહ જાડેજા, કોટેચા વિમલ, મહિલા અનામત પદ માટે જાગૃતિબેન જોગડીયા, ચંદ્રિકાબેન ધંધુકીયા, રાધાબેન રાવલીયા વચ્ચે તેમજ કરોબારીના 7 સભ્યોના પદ માટે 9 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન પુરું થયા બાદ પાંચ વાગ્યાથી બાર રૂૂમમાં જ મતગણતરી કરવામાં આવશે અને વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે. જામનગરના વકીલ મંડળમાં કુલ 1114 મતદારો છે.
જેમાંથી દર વર્ષે 900 જેટલા વકીલ મતદારો મતદાન કરતા હોવાનું નોંધાયું છે. ચુંટણી કમિશનર તરીકે એવોકેટ કે.ડી. ચૌહાણ, મદદનીશ કમિશનર તરીકે મિહિર નંદા અને ભરતભાઈ ગોસાઈ સેવા આપી રહ્યા છે. આ ચૂંટણીને લઈને ભારે ઉતજેના પ્રવર્તી રહી છે અને જે લોકો ચુંટણી લડી રહ્યા છે તે લોકો વિજેતા બનવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.જોકે મતદાન કેવું થાય છે તેના પર જે કોઈ ઉમેદવારની હાર-જીતનો મદાર રહેલો છે.મતદાન પુર્ણ થયા બાદ હાર-જીતનો થોડોઘણો અંદાવજ આવી જવાની પણ શકયતા વ્યકત કરવામા આવી રહી છે
