પાટણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: જામનગરની મહિલા સહિત 10 ઝડપાયા

  પાટણમાં થયેલા દેહવ્યાપારના પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાટણ એસઓજીની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડીને રંગોલી ગેસ્ટહાઉસમાં ચાલતા આ ગેરકાયદેસર ધંધાનો…

 

પાટણમાં થયેલા દેહવ્યાપારના પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાટણ એસઓજીની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડીને રંગોલી ગેસ્ટહાઉસમાં ચાલતા આ ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે.

દરોડા દરમિયાન પોલીસે ગેસ્ટહાઉસમાંથી સાત મહિલાઓ અને ત્રણ પુરુષ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. તપાસમાં જામનગરની એક મહિલા પણ આ ધંધામાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગેસ્ટહાઉસના સંચાલક મુસ્તાક ઇસ્માઇલ મુસલ્લા અને તેની સાથી વનીતાબેન જીતુભાઈ જાડેજાની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગેસ્ટહાઉસમાં છેલ્લા કેટલાક સમયથી દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. ગ્રાહકો પાસેથી 500થી 1500 રૂૂપિયા લઈને આ ધંધો ચાલતો હતો. દરોડા દરમિયાન પોલીસે ગ્રાહકોને આપવામાં આવતા પ્લાસ્ટિકના કોઈન, મોબાઈલ અને રોકડ રકમ કબજે કરી છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, કચ્છનો રફીક નામનો શખ્સ રાજ્યભરમાંથી મહિલાઓને આ ગેસ્ટહાઉસમાં મોકલતો હતો અને આ ધંધાનું સંચાલન કરતો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. લોકોએ આવા ગેરકાયદેસર ધંધા સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *