ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિને છૂટા મૂકવાથી સમાજ વ્યવસ્થાને વિપરીત અસર પડી શકે : 10 વર્ષ જૂના કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો
સગીર છાત્રનું અપહરણ કરી રૂા.બે કરોડની ખંડણી માગ્યા બાદ કરપીણ હત્યા કરી હતી
જામનગરમાં દસ વર્ષ પહેલા ઉદ્યોગપતિના સગીર પુત્રનું ખંડણી પડાવવા માટે અપહરણ કરી હત્યા કરવાના ચકચારી કેસમાં કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા તથા રૂા.1.10 લાખનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે.
જામનગર શહેરમાં તારીખ 31/08/2016 ના રોજ સીટી એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં જામનગર ના બ્રાસપાર્ટનો ધંધો કરતા જાણીતા ઉધોગપતી સોની કિશોરભાઇ વીઠ્ઠલભાઇ થડેશ્વર ના સગીર પુત્ર કરણ કે જે જેતે સમયે સત્યસાઇ સ્કુલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો તેનું અપહણ કરી રુપીયા બે કરોડ ની ખંડણી માંગી સગીર કરણ નું ખુન નીપજાવવના તથા સગીર કરણ નો મોબાઇલ તથા સોનાનો ચેઇન ઓળવી જવાના ચકચારી અને ગંભીર ગુનાના કામે જામનગર પોલીસે આરોપી મયંક મનસુખભાઇ સંધાણીની ધરપકડ કરેલ અને આરોપી મયંક સંધાણી ની આઇ.પી.સી કલમ 302,364(ક) તથા આઇ.પી.સી કલમ 404 નો ગુનો નોંધી જામનગર કોર્ટમાં કેશ દાખલ કરેલ આ ઘટનાથી હાલારમાં હાહાકાર મચી ગયો હતો. ઉપરોક્ત કેશ જામનગરના બીજા એડી. શેન્સ જજ ની કોર્ટમાં ચાલીજતાં આરોપીને આજીવન કારાવાસ તથા દંડની સખત કેદની સજા ફરમાવેલી છે.
આ કેશ બીજા એડીશ્નલ સેસન્સ જજ શ્રી વી.પી.અગરવાલની કોર્ટમાં ચાલીજતા કોર્ટે વિસ્તૃત 113 પના નું જજમેન્ટ ફરમાવેલ છે અને આરોપી મયંકને ખૂન, ખંડણી આઇ.પી.સી કલમ 302,364(ક) ના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદની સજા અને આઇ.પી.સી કલમ 404 માં બે (2) વર્ષ ની સખત કેદની સજા ફરમાવેલ છે. અને આરોપી ને રુપીયા 1,10,000/- અંકે રૂૂપીયા નો દંડ ફરમાવેલ છે અને જો આરોપી દંડ ન ભરેતો વધુ કેદની સજા ફરમાવેલ છે આરોપી દંડ ભર્યેથી તેમાથી રુપીયા એક લાખ પૂરા ફરીયાદી કીશોરભાઇ થડેશ્વર ને ચુકવવાનો હુકમ કોર્ટે કરેલ છે.
આ ચકચારી કેશમાં ફરીયાદ પક્ષે કુલ 30 સાહેદો તપાસાયેલ અને કુલ 84 દસ્તાવેજો રજુ કરવામાં આવેલાં અને ફરીયાદ પક્ષે સાંયોગીક પુરાવાની તમામ કડીઓ નીશંક પણે પુરવાર કરેલ છે.આ કેશમાં સરકાર પક્ષે ખાસ નીયત સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર એડવોકેટ અનીલભાઇ દેશાઇ ફરીયાદ પક્ષના કેશના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા વીવીધ હાઇકોર્ટ નાં ચુકાદાઓ રજુ કર્યા હતા.
કોર્ટે તેના ચુકાદામાં એવી ટકોર કરેલ છે કે,આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યકતી ને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વીપરીત અસર પડેતેવી પુરતી સંભાવના રહેલ છે તેમ ઠરાવી આરોપી મયંક સંધાણીને આજીવન કારાવાસની સખત કેદની સજા તથા દંડનો હુકમ સેસન્સ કોર્ટે ફરમાવેલ છે.
આ કેશમાં ગુજરાત સરકારે નામાંકિત સીનીયર એડવોકેટ તથા સૈરાષ્ટ્ર કરછના સંખ્યાબંધ ચકચારી કેશોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે વિશેષ ફરજ બજાવતા અને ચકરારી કેશો માં ગુનેગારોને સજા કરાવતા એડવોકેટ અનીલભાઇ આર.દેશાઇ ને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ખાસ નીમણુક આપી હતી.
મુળ ફરીયાદી કીશોરભાઇ થડેશ્વર વતી જામનગરના જાણીતા વકીલ અશોક એચ.જોશી તથા અડવોકેટ કે.એચ.ભટ્ટ રોકાયેલા હતા.
