જામનગરમાં રૂા.80 હજારની લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર સહિત બે પકડાયા

જામનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે કર્મચારીઓને રૂૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે.…

જામનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે કર્મચારીઓને રૂૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા અને નવા વીજ કનેક્શન માટે સાપર સબ ડિવિઝન, પીજીવીસીએલ કચેરીમાં અરજી કરી હતી. અરજી બાદ લાંબા સમય સુધી કાર્યવાહી ન થતાં તથા નવું ટ્રાન્સફોર્મર (ટી.સી.) ફિટ કરી નવું મીટર લગાવી આપવાના બદલામાં નાયબ ઇજનેર રૂૂષી દિનેશચંદ્ર પરમાર (ઉંમર 42) દ્વારા શરૂૂઆતમાં રૂૂ.1 લાખની લાંચ માંગવામાં આવી હતી. બાદમાં બાંધછોડના અંતે રૂૂ.80 હજારની લાંચ લેવાનું નક્કી કરાયું હોવાનું ફરીયાદમાં જણાવાયું હતું.

ફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે બુધવારે નાગાર્જુન પેટ્રોલ પંપ સામે, મોટી ખાવડી નજીક જામનગર-ખંભાળિયા હાઇવે પર ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન નાયબ ઇજનેર રૂૂષી પરમાર વતી આસિસ્ટન્ટ લાઇનમેન મનોજભાઈ ડુંગારામ પ્રજાપતિ (ઉંમર 43) સ્થળ પર આવ્યા હતા. તેમણે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂૂ.80 હજારની લાંચની રકમ માંગીને સ્વીકારી લીધી હતી. ત્યારબાદ એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન નાયબ ઇજનેર રૂૂષી પરમાર પણ પોતાની કચેરીમાંથી મળી આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ ટ્રેપમાં લાંચની માંગણી, સ્વીકાર અને રિકવરી ત્રણેય બાબતમાં રૂૂ.80 હજારની રકમ નોંધાઈ છે. ટ્રેપની કામગીરી એ.સી.બી. જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા તથા ઇન્ચાર્જ અધિકારી નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાએ કર્યું હતું. એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *