જામનગરમા આજીવન કેદની સજા પામેલ ફરાર આોરોપી ઝડપાયો

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યા કેસના એક ગુનામાં સંડોવાયેલો આરોપી ઈમ્તિયાઝ કાસમભાઇ કટારીયા ખાટકી કે જેને હત્યા કેસમાં આજીવન કેદ ની સજા ફટકારવામાં…

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યા કેસના એક ગુનામાં સંડોવાયેલો આરોપી ઈમ્તિયાઝ કાસમભાઇ કટારીયા ખાટકી કે જેને હત્યા કેસમાં આજીવન કેદ ની સજા ફટકારવામાં આવી હતી, અને તેને રાજકોટની જેલમાં મોકલાયો હતો. જ્યાં આરોપીના વચગાળા ના પેરોલ મંજુર થયા હતા, અને પેરોલ પર છૂટીને બહાર નીકળ્યા બાદ નિયત તારીખે ફરીથી અદાલત સમક્ષ હાજર થયો ન હતો, અને નાશતો ફરતો રહ્યો હતો.

જામનગર ની પેરોલ ફર્લોની ટીમ દ્વારા આવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશ ચલાવાઈ રહી છે, જે દરમિયાન ઉપરોક્ત આરોપી જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી ઈમ્તિયાઝ કટારીયા ને ઝડપી લીધો હતો, તેને ફરીથી રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *