કોડીનારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા જનતામાં ભયનો માહોલ છે. આજે વહેલી સવારે કોડીનાર-મૂળદ્વારકા રોડ પર આવેલા નદી કાંઠાના…

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધતા જનતામાં ભયનો માહોલ છે. આજે વહેલી સવારે કોડીનાર-મૂળદ્વારકા રોડ પર આવેલા નદી કાંઠાના રહેણાંક વિસ્તારમાં એક દીપડો આવી ચડતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. વહેલી સવારથી શરૂૂ થયેલું વન વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન સાંજ સુધી ચાલવા છતાં દીપડો હાથમાં ન આવતા વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી પડી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે કોડીનાર-મૂળદ્વારકા રોડ પરથી પસાર થતી એક ખાનગી ટ્રાવેલ્સના ચાલક અને મુસાફરોની નજર રોડ ક્રોસ કરતા દીપડા પર પડી હતી. દીપડો રોડ ઓળંગીને નજીકના ખુલ્લા ખેતર અને નદી કિનારાના વિસ્તારમાં મૂકેલ પાંજરા પાસે પહોંચ્યો હતો. આ અંગેની જાણ થતાં જ આસપાસના રહેણાંક વિસ્તારના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ કરેલા પ્રાથમિક અવલોકન મુજબ, આ દીપડો નર છે અને તે શારીરિક રીતે અસ્વસ્થ અથવા બીમાર હોય તેમ જણાય છે. તે એક જ વિસ્તારમાં સતત ગોળ ગોળ ફરી રહ્યો છે અને તેને આંખે ઓછું દેખાતું હોય તેવું દીપડાને નજરેજોનાર લોકોને જણાઈ રહ્યું છે. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસ કાફલો અને જામવાળા રેન્જની વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તકેદારીના ભાગરૂૂપે લોકોને દીપડાથી દૂર ખસેડ્યા હતા.

આ અંગે આર.એફ.ઓ. વાળાએ જણાવ્યું હતું કે, “અમારી ટીમ સવારથી જ કાર્યરત છે. દીપડો ઝાડીઓમાં છુપાયેલો હોવાથી તેને સુરક્ષિત રીતે પકડવા માટે અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. સ્થાનિકોએ ગભરાવાની જરૂૂર નથી પરંતુ વન વિભાગની કામગીરીમાં સહયોગ આપીને તે વિસ્તારથી દૂર રહેવું હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *